Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાણી પુરવઠા રાજ્યમંત્રી જીતુભાઇ ચૌધરીએ વલસાડના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી.

Share

વલસાડમાં ઉપરવાસમાં સતત મૂશળાધાર પડી રહેલા વરસાદને કારણે ઔરંગા નદીમાં આવેલા પૂરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા મેળવવા નર્મદા જળ સંપત્તિ, કલ્પસર અને મત્સ્ય ઉદ્યોગ (સ્વતંત્ર હવાલો) અને પાણી પૂરવઠાના રાજ્યકક્ષાના મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીએ તાબડતોડ વલસાડ આવીને જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસા અધિકારી મનીષ ગુરવાની સાથે પરામર્શ કરી જિલ્લા વહીવટી તંત્રએ પૂરથી અસરગ્રસ્ત શહેરના નીચાણવાળા વિસ્તારો બરૂડિયાવાડ, કાશ્મીર નગર, તરિયાવાડ, કોસંબા, હનુમાન ભાગડા અને છીપવાડ દાણાબજારની પરિસ્થિતિથી વાકેફ થયા હતા.

ત્યારબાદ મંત્રીએ વલસાડ પારડી સ્થિત રામલલ્લા મંદિર ખાતેના પૂર અસરગ્રસ્તો માટેના આશ્રયસ્થાનની મુલાકાત લઈ રેહવા, જમવા અને પાણીની વ્યવસ્થા વિશે માહિતી મેળવી જરૂરી વ્યવસ્થાઓ કરવા સલાહ સૂચનો આપ્યા હતા. ત્યારબાદ મંત્રીએ વાંકી નદીના પૂરથી અસરગ્રસ્ત કોસંબા વિસ્તારની મુલાકાત લઈ વહીવટી તંત્રની વ્યવસ્થાનો તાગ મેળવી લોકોને મુશ્કેલ સમયમાં સધિયારો આપ્યો હતો. બાદમાં મંત્રીએ ઔરંગા નદીના પૂરથી અસરગ્રસ્ત તરિયાવાડ વિસ્તારમાં એનડીઆરએફ સાથે વલસાડ અને ધરમપુરના ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને અરવિંદભાઈ પટેલ, સંગઠન પ્રમુખ હેમંત કંસારા સાથે બોટમાં બેસી સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું અને અસરગ્રસ્ત લોકોને ભોજનની વ્યવસ્થા બરાબર છે કે નહીં એની માહિતી મેળવી લોકોને ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. આગામી દિવસ માટે પણ ભારે વરસાદની આગાહીને પગલે પરિસ્થિતિને પહોચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્રને સતર્ક રહેવા જણાવ્યું હતું.

Advertisement

કાર્તિક બાવીશી


Share

Related posts

ઝઘડિયા તાલુકાનાં ગોવાલી ગામે પ્રચાર બાબતે યુવકને માર માર્યો.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના સારસા ગામે વાનરના હુમલામાં ૬૧ વર્ષીય ઇસમને ઇજા.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે આદિવાસીઓ પર જુલ્મ,મોદીને હાય લાગશે:ડો.પ્રફુલ્લ વસાવા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!