Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલસાડના છીપવાડ રેલવે અંડરપાસમાં વરસાદી પાણીનો ભરાવો થતા વાહન ચાલકો પરેશાન.

Share

વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વલસાડ શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે વલસાડ શહેર અને 40 ગામોને જોડતો મુખ્ય અંડરપાસ બંધ થઈ જતા વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વાળો આવ્યો છે.

મુખ્ય અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા છે તો એક ટેમ્પો છીપવાડ રેલવે અંડર પાસમાં ફસાઈ ગયો હતો. શહેરમાં થોડા વરસાદમાં જ છીપવાડ રેલવે અંડર પાસમાં પાણી ભરાઇ જતા લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો અંડરપાસમાં પાણી ભરાવાના કારણે પોલીસ વિભાગ દ્વારા છીપવાડ રેલવે અંડરપાસ બેરીકેટિંગ કરી બંધ કરવામાં આવ્યો છે. રેલવે અંડરપાસ બંધ થવાના કારણે વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.

Advertisement

Share

Related posts

ગોધરામાં મુસ્લિમ કારીગરો દ્વારા બનાવાતા નવરાત્રીના દાંડીયાની દેશ-વિદેશમાં માંગ…

ProudOfGujarat

નર્મદા પરિક્રમા માટે નદીમાં કાચો રસ્તો બનાવવાની ગેરકાયદેસર કામગીરી તંત્રએ અટકાવી

ProudOfGujarat

પાંચ વર્ષનો બાળક ટ્રાયસિકલમાં ભાઈ-બહેનને બેસાડી મજૂરી કરવા નીકળતો નર્મદાનો બાળ મજુર!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!