Proud of Gujarat
GujaratFeaturedINDIA

દ્વિચક્રી વાહનોમાં GJ-15- DB તેમજ ચારચક્રી વાહનોમાં GJ-15- CH સીરીઝમાં બાકી રહેલા પસંદગીના નંબર માટે હરાજી કરાશે

Share

 

(કાર્તિક બાવીશી )વલસાડ જિલ્લામાં મોટરિંગ પબ્‍લિકની સગવડતા ખાતર માટે દ્વિચક્રી વાહનોની GJ-15-DB તેમજ ચારચક્રી વાહનોની GJ-15-CH સીરીઝમાં બાકી રહેલા ગોલ્‍ડન અને સીલ્‍વર નંબરોની ફાળવણી માટે ઓનલાઇન હરાજી શરૂ કરાશે. જે માટે ઇચ્‍છા ધરાવનાર અરજદારે તેમના વાહનોનું રજિસ્‍ટ્રેશન કરાવી વેબસાઇટ http://parivahan.gov.in/fancy ઉપર ઓનલાઇન રજિસ્‍ટ્રેશન કરી હરાજીમાં ભાગ લઇ શકશે. અરજદારે વાહન ખરીદ કર્યાની તારીખથી ૭ દિવસની અંદર સી.એન.એ. ફોર્મ ભરેલું હોવું જરૂરી છે, જે રજૂ નહીં કરનાર હરાજીમાં નિષ્‍ફળ જાહેર કરાશે.

Advertisement

તા.૫ થી ૭મી જુલાઇ-૧૮ દરમિયાન હરાજી માટેનું ફોર્મ રજિસ્‍ટ્રેશન તેમજ અરજી કરવાની રહેશે. તા.૮ અને ૯મી જુલાઇ, ૨૦૧૮ના રોજ રોજ હરાજી માટેનું બીડિંગ ઓપન થશે. ફોર્મ તા.૧૦/૭/૧૮ના રોજ બપોરે ૨-૦૦ વાગ્‍યા સુધીમાં જમા કરાવવાના રહેશે અને તે એજ દિવસે બપોરે ૩-૦૦ કલાકે ખોલવામાં આવશે.

હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના પાંચ દિવસમાં નાણાં જમા નહીં કરાવનાર અરજદારની મૂળ રકમ જપ્‍ત થશે અને તે નંબરની હરાજી ફરીથી કરાશે. ઓનલાઇન હરાજી દરમિયાન આર.બી.આઇ. દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. વાહન સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિવસના અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે, સમયમર્યાદા બહારની અરજીઓ રદ કરવામાં આવશે, એમ પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી દ્વારા જણાવાયું છે.


Share

Related posts

નેત્રંગ : સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ભરૂચ જિલ્લાના અધિકારીઓ બે મહિનાથી પગાર વિહોણા : રજૂઆતો કરતાં કાઢી મૂકવાની ધમકી અપાઈ.

ProudOfGujarat

રાજકોટ : ટ્રકની ટક્કરે બેનાં મોત : કોંગી મહિલા સભ્યનો મૃતદેહ ટાયરમાં ફસાયો.

ProudOfGujarat

દક્ષિણ ગોવામાં બાળક ચોરીની શંકામાં મારપીટની અનેક ઘટનાઓ, અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!