Proud of Gujarat
FeaturedGujarat

જન્મોજનમ સુધી એકબીજાના બની જઇએ આપણે પ્રેમના સબંધને વધુ મજબુત કરીએ…

Share

કોલમઃ- “પ્રેમની વસંત બારેમાસ”
લેખકઃ નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

સાંજનો સમય છે અને બગીચામાં અનેક પ્રેમી યુગલો બેસીને પ્રેમનો આનંદ માણી રહ્યા છે. જીંદગીની તમામ તકલીફો ભુલીને અનેક લોકો પ્રેમની શોધમાં બગીચામાં આવી રહ્યા છે. તો કેટલાક લોકો ફક્ત પ્રેમીઓને જોવા માટે કે મનની શાંતિ માટે બગીચામાં નિયમીત આવી રહ્યા છે. કેટલાક વિઘ્ન સંતોષી લોકો દ્વારા પ્રેમી યુગલોની મશ્કરી કરીને પરેશાન પણ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે પ્રેમી યુગલો પ્રેમના દુશ્મન સમાન વિઘ્ન સંતોષી લોકોથી દુર રહેવાનું પસંદ કરી રહ્યા છે. બગીચામાં નિયમીત સાંજના સમયે મળતા અનેક પ્રેમી યુગલોમાંથી એક છે હેતા અને પણવ. પણવનો સ્વભાવ શાંત, ગંભીર અને ઝડપથી ગુસ્સે ન થાય તેવો છે. જ્યારે હેતા ચંચળ, હસમુખી અને સાથે સાથે ખુબ ગુસ્સાવાળી છે. હેતા નાની નાની વાતોમાં પણ ગુસ્સે થઇ જાય છે અને ગમે તેની સાથે ઝગડવા લાગે છે. પણવ હેતાને હંમેશા સમજાવતો રહે છે કે ગુસ્સોએ આપણી કમજોરી છે અને ક્ષણીક ગુસ્સાનું પરીણામ ઘણી વખત મોટી આફત લઇને આવી શકે છે. બગીચામાં પણ કઇક આવુ જ બને છે. કેટલાક પ્રેમના દુશ્મન એવા વિઘ્ન સંતોષી લોકો પણવ અને હેતા પાસે આવીને મશ્કરી કરવાની શરૂ કરે છે ત્યારે પણવ હેતાને કહે છે કે આપણે બગીચાની બહાર જઇને કોઇ સારી રેસ્ટોરન્ટમાં જઇને બેસવા જઇએ અને કોઇના પણ વિઘ્ન વગર શાંતિથી મનભરીને પ્રેમની વાતચીત કરશુ. પણવની આ વાત સાંભળીને હેતા કહે છે કે, પ્રેમી તો કોઇના થી ડરતા ન હોય પરંતુ તું તો આવા સડકછાપ લોકોથી પણ ડરી ગયો લાગે છે. પ્રેમમાં મુશ્કેલીનો સામનો કરવો પડે, સામે પડકાર જીલતા શીખ પણવ. પણવે કહ્યુ કે, હું પ્રેમમાં કોઇનાથી ડરતો નથી અને પરંતુ ખોટા વિવાદમાં પડવા માંગતો નથી. હેતા અને પણવ આવી વાતચીત કરી રહ્યા હોય છે ત્યારે વિઘ્ન સંતોષી લોકો વધુ નજીક આવી જાય છે અને હેતા તરફ પથ્થરનો ઘા કરે છે. હેતા ત્વરીત ઉભી થઇ જાય છે અને પથ્થર વાગે નહી તે રીતે પણવને પણ થોડો દુર ખસેડી દે છે. પણવ હજુ પણ હેતાને સમજાવી રહ્યો છે કે આવા લોકોથી દુર રહેવાય અને ખોટી આપણી શક્તિનો વ્યય ન કરાય. પરંતુ માને તો એ હેતા ન કહેવાય. હેતાનો ગુસ્સો સાતમા આસમાને પહોચી જાય છે અને તે પથ્થર ઉપાડીને પથ્થરનો ઘા કરનાર વ્યક્તિનું માથુ ફોડી નાખે છે. હેતા બગીચામાં પડેલા પથ્થરો હાથમાં લઇને લલકારતા કહે છે કે, કોનામાં છે હિમ્મત કે અમારા તરફ પથ્થર ફેંકી શકે. હેતાનું રૌદ્ર સ્વરૂપ જોઇને વિઘ્ન સંતોષી લોકો ડરી જાય છે અને લોહીલુહાણ હાલતમાં પોતાના સાથીને લઇને બગીચામાંથી બહાર નિકળી જાય છે. આ સમયે પણ પણવ હેતાને ઠપકો આપતા કહે છે કે, તું ઝડપથી ઉશ્કેરાઇ જાય છે અને આવી રીતે કોઇનું માથુ ફોડી ન નખાય, કોઇ વ્યક્તિની લોહીલુહાણ ન કરી નખાય ત્યારે હેતાએ પણ શાંતીથી કહ્યુ કે, જો કોઇ વ્યક્તિ મારા કે તારી સામે પથ્થર ફેંકશે કે પછી પ્રેમમાં અડચણરૂપ બનશે તો તેમની આવી જ હાલત કરવામાં આવશે. હેતા તું ગુસ્સો ન કર અને થોડી શાંતિ રાખ તેમ પણવે કહ્યુ પરંતુ હેતા શાંત પડતી નથી. આખરે પણ હેતાને સમજાવીને બગીચાની બહાર નિકળે છે અને નજીકમાં આવેલી રેસ્ટોરન્ટમાં લઇ જાય છે. હેતા અને પણવ રેસ્ટોરન્ટમાં નાસ્તાનો ઓર્ડર આપે છે અને શાંતિથી બેસીને પ્રેમની વાતોની સાથે નાસ્તો કરી રહ્યા છે. પણવ હેતાને ખુબ જ સમજાવે છે કે ઝગડોએ પ્રેમનો દુશ્મન છે અને જો તું કઇને સાથે ઝગડો કરતી રહીશ તો આપણે એક દીવસ છુટા પડવાનો વારો આવી શકે છે. ક્યાંય એવું ન થઇ જાય કે તારા ગુસ્સાના કારણે આપણા પ્રેમનો ભોગ લેવાઇ જાય. આ સાંભળીને હેતા સ્તબ્ધ થઇ જાય છે અને થોડીવાર માટે એક પણ શબ્દ બોલી શકતી નથી. હેતા રડવા લાગે છે અને પણવને કહે છે કે ગુસ્સાથી જો આપણા પ્રેમનો ભોગ લેવાઇ જતો હોય તો હું ક્યાંરેય કોઇના પર ગુસ્સો કરવાની શરૂઆત નહી કરૂ. હું કોઇની સાથે ઝગડો કરવાની શરૂઆત નહી કરૂ, હું કોઇના પર હાથ નહી ઉપાડું પરંતુ જો કોઇ આપણને પરેશાન કરશે કે આપણા તરફ હાથ ઉંચો કરવાની હીમ્મત કરશે તો તેને છોડીશ પણ નહી. પણવે કહ્યુ કે, જો તું આવી રીતે રહીશ અને ઝગડાની શરૂઆત નહી કરે તો હું તને હંમેશા સાથ આપીશ, પરંતુ તારે ઝગડાની શરૂઆત કરવાની નથી. થોડુ સહન કરવાનું રાખજે. ચાલ જન્મોજનમ સુધી એકબીજાના બની જઇએ, આપણે પ્રેમના સબંધને વધુ મજબુત કરીએ. હેતાએ કહ્યુ કે મારી સહનશક્તિ મુજબ સહન કરીશ પરંતુ કોઇ છેડશે તો છોડીશ નહી. હેતા અને પણવ આવી વાત કરી રહ્યા હોય છે ત્યારે બગીચામાં જેની સાથે ઝગડો થયો હતો એ વિઘ્ન સંતોષી લોકોને રેસ્ટોરન્ટમાં આવતા હેતા જોઇ જાય છે. હેતા એક પણ શબ્દ બોલ્યા વગર પણવની સાથે રેસ્ટોરન્ટમાંથી બહાર નિકળી જાય છે અને એક ઝાડ પાછળ સંતાઇ જાય છે. વિઘ્ન સંતોષી લોકો રેસ્ટોરન્ટમાં આવે છે અને હેતા પણવને શોધી રહ્યા અને મોટેથી કહે છે કે ક્યાં ગઇ એ છોકરી, બગીચામાં તો બહુ ઉછળકુદ કરતી હતી અને અહી અમને જોઇને કેમ સંતાઇ ગઇ. ડરી ગઇ કે શુ કે પછી પ્રેમનો નશો ઉતરી ગયો છે. આ સાંભળીને ઝાડની પાછળ સંતાયેલી હેતાને ખુબ ગુસ્સો આવી રહ્યો છે પરંતુ પણવને ઝગડો શરૂ નહી કરવાનું અને પહેલા હાથ નહી ઉપાડવાનું વચન આપ્યુ હોવાથી હેતા કાંઇ કરી શકતી નથી. હેતા પણવને કહે છે કે મને એક વખત આ પ્રેમ દુશ્મનને પાઠ ભણાવવાની મંજુરી આપે તો હું તેમને છઠ્ઠીનું દુધ યાદ દેવડાવી દઇશ. પણવ તેમ છતાં પણ હેતાને શાંત રહેવાનું કહે છે અને ઝાડની પાછળ જ સંતાઇ રહે છે. વિઘ્ન સંતોષી લોકો રેસ્ટોરન્ટમાંથી બહાર આવે છે અને બહારની બાજુ હેતા પણવને શોધવા લાગે છે. અચાનક જ એક વ્યક્તિની નજર ઝાડની પાછળ સંતાયેલા હવામાં લહેરાતા હેતાના દુપટ્ટા પર પડે છે અને તે તેના સાથીઓને તરત જ જાણ કરે છે. તરત જ બધા પ્રેમના દુશ્મનો હેતા પણવને ઘેરી લે છે તેમ છતાં પણ હેતા શાંત રહે છે. પરંતુ જેવો એક વ્યક્તિ પથ્થરનો ઘા કરે છે કે તરત જ શાંત દેખાતી હેતા ફરીથી રૌદ્ર સ્વરૂપમાં આવી જાય છે અને માથાના વાળ છુટી જાય છે. હેતા હાથમાં બાજુમાં પડેલો લોખંડનો પાઇપ લઇ લે છે અને પ્રેમના દુશ્મનો તરફ નજર ઉંચી કરીને જુએ છે. વિઘ્ન સંતોષી લોકો જેવા હેતા તરફ પથ્થરનો ઘા કરે છે કે હેતા તેમના પર લોખંડનો પાઇપ લઇને તુટી પડે છે અને બધા પ્રેમના દુશ્મનોને ફરીથી લોહીલુહાણ કરી નાખે છે. પણવ પણ હેતાને સાથે આપે છે અને પ્રેમના દુશ્મનો પર તુટી પડે છે. હેતા કહે છે કે હું શાંત રહેવા માંગુ છુ પરંતુ તમે મને પરેશાન કરો છો એટલે તમને માર પડે છે જો તમે શાંત રહેશો તો હું શાત જ છુ. હેતાના આ શબ્દો પ્રેમના દુશ્મનોને સમજાઇ જાય છે અને ફરીથી તેઓ ક્યારેય હેતા પણવની સામે આવતા નથી. હેતા પણ શાંત રહે છે અને પણવની સાથે મસ્તીથી જીવન પસાર કરી રહી છે.
(સત્ય ઘટનાથી પ્રેરીત, નામ બદલેલ છે)

Advertisement

-નીલકંઠ વાસુકિયા (વિરમગામ)


Share

Related posts

વડતાલ ધામમાં રંગોત્સવની ઉજવણી કરાઇ, હરીભક્તોએ રંગોત્સવનો લાભ લઇ ધન્યતા અનુભવી

ProudOfGujarat

વડોદરાના કોટંબી ગામ એ વરણામાં અને તાલુકા પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયેલ 1.75 કરોડની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો નાશ કર્યો.

ProudOfGujarat

રાજપીપલા કાછીયાવાડની મહિલાની અનોખી ગણેશ ભક્તિ : 81વર્ષ પુરાણા રાજપીપલાના રત્ન ગણેશ મન્દિરનું અનોખું ધાર્મિક મહાત્મ્ય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!