મુન્ના વ્હોરા,વિરમગામ

લાયન્સ કલબ ઓફ વિરમગામ અને વિરમગામ ટેકસેશન પ્રેક્ટિસનર એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે, ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન કરવામાં આવ્યું. આજરોજ વિરમગામ લાયન્સ હોલ ખાતે, આવક વેરા વિભાગનો માહિતી અને માર્ગદર્શન માટેનો સેમિનાર યોજવામાં આવેલ, જેમાં લાયન્સ ક્લબના પ્રમુખશ્રી હરિવંશ શુક્લ એ આવકાર પ્રવચન કર્યું. ત્યારબાદ, આવકવેરા વિભાગમાંથી આવેલ અધિકારીશ્રીઓ પ્રદીપજી, મકવાણા સાહેબ અને અન્ય સાહેબશ્રી નું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું. વિરમગામ ટેક્સેશન એસોસિએશન ના હોદ્દેદારો, નગરના વકીલો અને વેપારીઓએ પણ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓ એ આવક વેરા કાયદા વિશે સવિસ્તાર માહિતી આપી. ત્યાર બાદ, પ્રશ્નોત્તરી કાળ દરમિયાન, વેપારીઓ અને ચાર્ટર્ડએકાઉન્ટન્ટ્સ દ્વારા પ્રશનો પૂછવામાં આવ્યા અને અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.

LEAVE A REPLY