Proud of Gujarat
FeaturedGujaratHealth

વિરમગામના ધારાસભ્ય દ્વારા બાળ સેવા કેન્દ્ર, સા.આ.કેન્દ્ર અને તાલુકા હેલ્થ ઓફિસની મુલાકાત લેવામાં આવી.

Share

ન્યુઝ વિરમગામ
તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

અમદાવાદ જિલ્લાના વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ દ્વારા સોમવારે બપોરે બાળ સેવા કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંધી હોસ્પિટલ અને તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામની ઓચીંતી મુલાકાત લેવામાં આવી હતી. ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ દ્વારા બાળ સેવા કેન્દ્રમાં રહેલ બાળકોની માતા સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો અને માતાઓએ બાળકોને આપવામાં આવતી આરોગ્ય સેવાઓ તથા ન્યુટ્રીશનની સેવાઓ અંગે ધારાસભ્ય સમક્ષ સંતોષ વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે મુખ્યમંત્રી અમૃતમ યોજના અને આયુષ્યમાન ભારત યોજના અંગે ઉપસ્થિત લાભાર્થીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. ધારાસભ્ય લાખાભાઇ ભરવાડના હસ્તે તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે માઁ વાત્સલ્ય કાર્ડ લાભાર્થીને આપવામાં આવ્યુ હતુ.

Advertisement

આ ઉપરાંત ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ દ્વારા સા.આ.કેન્દ્ર વિરમગામના વિવિધ વોર્ડ, કર્મચારીઓની મુલાકાત લેવામાં આવી હતી અને દર્દીઓના હિતમાં જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. સામુહિક આરોગ્ય કેન્દ્રની મળેલ કેટલીક ફરીયાદો અંગે અધીક્ષક સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.


Share

Related posts

‘કંગુવા’નું રોકસ્ટાર ડીએસપી અને બી પ્રાકનું ‘ફાયર’ ગીત સમગ્ર ભારતમાં યુટ્યુબ ચાર્ટમાં ટોચ પર છે

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના જંબુસર પંથક માં પ્રેમી પંખીડાએ ઝાડ ઉપર દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા આસપાસ ના રહીશો ના ટોળા સ્થળ ઉપર એકત્રિત થયા હતા

ProudOfGujarat

દિલ્હી-NCR માં 5.6 નો ભૂકંપ, ત્રણ દિવસમાં બીજી વખત ધરતી ધ્રૂજી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!