Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અમદાવાદ વિભાગીય નાયબ નિયામક આરોગ્ય અઘિકારી એ વિરમગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ની ઓચિંતી મુલાકાત લીઘી,હોસ્પિટલ ની અંદરની ગંદકી અને મચ્છરો સહિતની બેદરકારી ને લઇને ડોક્ટરોનો ઉઘડો લીઘો.

Share

વિરમગામ શહેરમાં આવેલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘી હોસ્પિટલમાં છેલ્લા ઘણા અપૂરતા ડોક્ટરો સહિતના સ્ટાફ ની અને સેવા સેતુ અંતર્ગત ડોક્ટરોની લાલિયાવાડી ને લઇને વિરમગામ યુવા શક્તિ ગૃપ અને સામાજીક કાર્યકર બળંવત ઠાકોર એ અનેકવાર ઉચ્ચકક્ષાએ લેખિત મૌખિક માં રજુઆત કરી હતી.ત્યારે આજરોજ અમદાવાદ વિભાગીય નાયબ નિયામક આરોગ્ય અઘિકારી એસ.કે.મકવાણા એ વિરમગામ સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘી હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીઘી હતી.ત્યારે હોસ્પિટલની અંદર જ પાણીના ટાંકી અને પાસેની ગંદકી ને લઇને સુપ્રિટેન્ડેન્ટ સહિત ના ડોકટરો નો ઉઘડો લીઘો હતો.તેમજ વિભાગીય નાયબ નિયામક આરોગ્ય અઘિકારી એ સમગ્ર હોસ્પિટલમાં દરેક વોર્ડ નુ નિરીક્ષણ કર્યું હતું.વિરમગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર મા વર્ષોથી અપૂરતા ડોક્ટર અને નર્સો ના સ્ટાફ અને ડોક્ટરો ની સમયસર હાજર ન રહેતા છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં રામભરોસે ચાલી રહી છે. બીજીબાજુ કોઇ મોટો અકસ્માત સર્જાય કે કોઇ લાશ નુ પોસમોર્ટમ  ત્યારે કરવાનું હોય ત્યારે કોઇ ડોકટર હાજર ન રહેતા હોવાનુ પણ ઘણીવાર સામે આવ્યું છે. ઉપરાંત સામુહિક આરોગ્ય કેન્દ્ર મા ચાલતી રોગી કલ્યાણ સમિતિ ના સભ્યો પોતાની મનમાની ચલાવતા હોય અને હોસ્પિટલમાં કોઇ સુખાકારી માટે કોઇ કાર્યો થયા ન હોય જે સમિતિ દર ત્રીજા વર્ષે બદલાતી હોય છે. જેની જગ્યાએ છેલ્લા 10 વર્ષો થી આ એકજ સમિતિ પોતની જોહુકમી ચલાવી હોય તેવુ સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી વિરમગામ જાગૃત યુવાનોની યુવા શક્તિ ગૃપ અને સામાજીક કાર્યકર બળંવત ઠાકોર દ્રારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ની અનેકવિઘ બેદરકારી ને લઇને ઉચ્ચ કક્ષાએ લેખિત મૌખિક રજુઆત કરવામા આવી રહી છે. ત્યારે આજરોજ અમદાવાદ આરોગ્ય વિભાગીય નાયબ નિયામક અઘિકારીએ સામુહિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લીધી હતી.તેમજ વિરમગામ યુવા શક્તિ ગૃપ ના ગૌરવ શાહ,આશીષ ગુપ્તા,વિજયસિંહ ચાવડા,પ્રતિક ડગલી,રણછોડ જાદવ,રાજેશ પંડયા,ભાવેશ સોલંકી સહિત સામાજીક કાર્યકર બળંવત ઠાકોર એ સામુહિક આરોગ્ય કેન્દ્ર ની ઓચિંતી મુલાકાતે વિભાગીય નાયબ નિયામક  એસ.કે.મકવાણા ની મુલાકાત લઇ હોસ્પિટલ ને લગતી. વવિઘ રજુઆતો કરી હતી અને વિભાગીય નાયબ નિયામકે એક મહીનાની હોસ્પિટલ ને લઇને તમામ બાબતો ની કાર્યવાહી કરી યોગ્ય નિરાકરણ લાવવા બાંહેધરી આપી હતી.
:-પીયૂષ ગજ્જર વિરમગામ.

Share

Related posts

ભરૂચમાં યુનિસેફ વર્લ્ડ વિઝન અને જીલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં સહયોગથી કોવિડ-19 જાગરૂકતા રથનું કરાયું પ્રસ્થાન.

ProudOfGujarat

સોનુ સૂદ અને તેમના સહયોગીઓએ 20 કરોડ રૂપિયાની કરી ટેક્સ ચોરી

ProudOfGujarat

ભરૂચમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સભ્ય પ્રિયાંક કાનુનગોની મુલાકાતની તૈયારીઓ તેજ : ૨૨મી મેના રોજ જિલ્લાની મુલાકાતે આવશે NHRCના સભ્ય, કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

ProudOfGujarat
error: Content is protected !!