Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વિરમગામની ગાંધી હોસ્પિટલમાં કથળતી તબીબી સેવાના કારણે દર્દીઅો હેરાની ભોગવી રહ્યા છે.દર્દીઓની સેવા સંબંધે અનેક પ્રકારની ફરીયાદ.

Share

*વિરમગામ ગાંઘી હોસ્પિટલમાં બેદરકારી યથાવત,દર્દીઓ રામભરોસે*
 
*વિરમગામની ગાંધી હોસ્પિટલમાં કથળતી તબીબી સેવાના કારણે દર્દીઅો હેરાની ભોગવી રહ્યા છે.દર્દીઓની સેવા સંબંધે અનેક પ્રકારની ફરીયાદો*
 
*ડોક્ટરો સમયસર હાજર ન રહેવાની ઉઠી ફરીયાદો.*
 
*મોટા ભાગના કેસોમાં 108 એમ્બ્યુલન્સ દ્રારા દર્દી ઓને સરકારી હોસ્પિટલમાં ખસેડવાની જગ્યા એ ખાનગી હોસ્પિટલમાં લઇ જવાય છે.*

વિરમગામની ગાંધી હોસ્પિટલમાં કથળતી તબીબી સેવાના કારણે દર્દઅો હેરાની ભોગવી રહ્યા છે.દર્દીઓ સેવા સંબંધે અનેક પ્રકારની ફરીયાદ કરી રહ્યા છે.

વિરમગામ શહેરની ગાંધી હોસ્પિટલની કથળતી સેવાના કારણે અનેક દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે. ફરજ પરના મોટા ભાગના કર્મચારીઓની બેદરકારીને લઈને લોકોમાં રોષની લાગણી પ્રસરી જવા પામી છે.ગાંધી હોસ્પિટલમાં સારવારઅર્થે આવેલા દર્દીઓને ફરજ પરના ડોક્ટરોનો કડવો અનુભવ થઇ રહ્યો છે. દર્દીએ સારવાર માટે કેસ કઢાવી ફરજ પરના ડોક્ટર પાસે તપાસ માટે ગયા ત્યારે . દર્દીઓને તપાસ્યા વગર દવા લખી આપી હતી. વધુમાં હોસ્પિટલમાં સારવારઅર્થે દાખલ થયેલા દર્દીઓને પણ સમયસર તપાસવામાં નથી આવતા તેવી દર્દીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. સરકાર મસમોટા પગાર લેવા છતાં પોતાની ફરજ પર બેદરકાર રહેતા ડોક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

Advertisement

● વિરમગામમાં સ્વાસ્થ્ય સંબંધિત સેવાની કથળતી હાલત

વિરમગામશહેરમાં આવેલ મહાત્મા ગાંધી હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા માનવતા નેવે મૂકી દીધી હોવાનું દર્દી દ્વારા વારંવાર રાડ ઉઠે છે. જે બાબતે હોસ્પિટલ મેનેજમેન્ટ કે રોગી કલ્યાણ સમિતિ બાબતે કોઈ પગલાં ભરવા અસમર્થ હોય તેમ લાગે છે.

રોજબરોજ ગાંઘી હોસ્પિટલ માં અનેક દર્દીઓ આવે છે. જેમાં સામાન્ય ઈજાના લઈને તાવ, છાતીનો દુ:ખાવો, પ્રેગ્નેટ મહિલા , પેટલમાં દુખાવો, શ્વાસ, ઉઘરસ વગેરે દર્દી લાઈનમાં રહ્યાં હોય છે. જ્યારે ઓપીડીમાં ફરજ બજાવતા ડૉક્ટર દ્વારા દર્દી ને તપાસવા ટેથોસ્કોપ કે બીપી ઈન્સ્ટ્રમેન્ટ જેવું મેડિકલનું સામાન્ય સાઘન પણ સાથે લઈને બેસે અને દૂરથી દર્દીને શું તકલીફ છે પૂછી દવા લખી આપે તે કેટલું યોગ્ય છે ? શું સરકારી હોસ્પિટલના ડૉક્ટર દ્વારા દર્દી ને પ્રાઈવેટ હોસ્પિટલ તરફ વાળવા અને તેમને ઝડપી પીડી પતાવી આરામ ફરમાવવાને સરકારે પરવાનો આપ્યો છે. બાબતે રોગી કલ્યાણ સમિતિના સભ્ય અને સામાજિક કાર્યકર શું કહેવા માગે છે. શું સરકારે કે ઉચ્ચ અધિકારી કે સત્તામાં રહેલા લોકો બાબતે યોગ્ય કાર્યવાહી કરશે,ઉલ્લેખનીય છે કે આ રો રોગી કલ્યાણ સમિતિ મા હાલમા જે બોર્ડ દ્રારા સુચવે છે તે નામાવલી મા કુલ13 સભ્યો દર્શાયા છે.જેમાથી હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી સામાજિક કાર્યકર સિવાય કોઇ ફરકતું નથી શુ બઘાની જવાબદારી નથી હોસ્પિટલમાં લોકોને કેવી સારવાર મળે છે?,.દર્દી ઓને શુ તકલીફ પડે છે?,બીજીબાજુ છેલ્લા ઘણા સમયથી આ રોગી કલ્યાણ સમિતિ મા સભ્યો એકને એક સભ્યો બની બઠા છે. જો બેદરકારી જણાય તો ઉચ્ચ આયોગ્ય અઘિકારીએ આ બાબતે પગલા ભરવા યોગ્ય નથી કે સબ કી ચુપકીથી યહા સબકુછ ચલતા હૈ, ખેર સરકારી હોસ્પિટલમાં રેઢીયાળ નીતી સામે શહેરનાં ખાનગી હોસ્પિટલો ને ઘી-કેળા જ છે.તે મહાત્મા ગાંધીએ જણાવેલ કે તમને કોઈ એક લાફો મારો તો બીજો ગાલ ઘરી દેવો. અહીંસા પરમો ધર્મ, અત્યારે તો દવાખાનામાં સારવા લેતા દર્દી હોસ્પિટલની તાનાશાહી સાથે લાચાર છે

:- પીયૂષ ગજ્જર વિરમગામ


Share

Related posts

ઝઘડિયા મુકામે શ્રી શબરીમા સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વસાવા સમાજનો સમુહ લગ્નોત્સવ યોજાયો

ProudOfGujarat

आज छत्रपति शिवाजी की जन्मतिथी:: जानिए क्या है उनका इतिहास!!!

ProudOfGujarat

મિસ યુનિવર્સ દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન એ ભગવદ ગીતા આપતાં ઉર્વશી રૌતેલાને ચાહકો દ્વારા ‘મધર ઈન્ડિયા’નું બિરુદ આપ્યું હતું.

ProudOfGujarat
error: Content is protected !!