Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિરમગામના આનંદ મંદિર સ્કુલ ખાતે સંચારી રોગોથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા.

Share

જો થોડી જરૂરી સાવચેતીઓ રાખવામાં આવે તો સંચારી રોગોથી બચી શકાય છે. અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરમાં આવેલ આનંદ મંદિર સ્કુલ ખાતે સંચારી રોગોથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ચિંતન દેસાઇ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, ડો.જીગર દેવીક, ડો.મયુરેશ ગઢવી, ડો.ઉર્વિ ઝાલા, નીલકંઠ વાસુકિયા, ગોપાલભાઇ પટેલ, ગોકુલ પટેલ, શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિરમગામ સહિત અમદાવાદ જીલ્લામાં મેડીકલ ઓફિસર, આરબીએસકે ટીમ, સીએચઓ, આરોગ્ય કર્મચારીઓ દ્વારા ફિલ્ડમાં લોકોને સંચારી રોગો વિશે વિગતવાર સમજ આપવામાં આવી રહી છે. જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ચિંતન દેસાઇએ જણાવ્યુ હતુ કે, સંચારી રોગોથી બચવા માટે થોડી સાવચેતીઓ રાખવી જરૂરી છે. જો થોડી જરૂરી સાવચેતીઓ રાખવામાં આવે તો સંચારી રોગોથી બચી શકાય છે. સંચારી રોગોથી બચવા માટે (૧) વારંવાર સાબુથી હાથ ધોવા જોઇએ (૨) કફ એટીકેટ એટલે કે ઉધરસ કે છીંક આવે તો રૂમાલ, ટીસ્યુ કે કોણીથી મોં ઢાંકવુ (૩) જાહેરમાં થુકવુ નહિ (૪) અભિવાદન કરવા હાથ ન મિલાવતા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે નમસ્કારની મુદ્રામાં અભિવાદન કરવુ જોઇએ.

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ

Advertisement

Share

Related posts

લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી ભગીરથી શુક્લ આઈટીઆઈ ખાતે કૌશલ દિક્ષાંત સમારોહ યોજાયો

ProudOfGujarat

અંકલેશ્વર ના પ્રતિનચોકડી પાસે આવેલા સાંઈ ગોલ્ડન એપાર્ટમેન માં રહેતા મુસ્લીમ પરીવાર ના ઘર ને તસ્કરો એ નિશાન બનાવી અંદાજીત ૩.૫૦ લાખ ઉપરાંત ની મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થઇ જતા ચકચાર મચી જવા પામી હતી

ProudOfGujarat

ઉર્વશી રૌતેલાનો બોસ પાર્ટી ડાન્સ ચાહકો કિયારા અડવાણી અને રશ્મિકા મંડન્નાના ડાન્સ કરતાં વધુ પસંદ કરી રહ્યા છે!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!