Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિસાવદર : સમાજને નવી રાહ ચિંધતા કિન્નર નીલમ કુંવર ગુરુ શ્રી નાયક જોશના કુંવર બા દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન.

Share

સમાજને નવી રાહ ચિંધતા કિન્નર નીલમ કુંવર ગુરુ શ્રી નાયક જોશના કુંવર બા સમાજને નવી રાહ ચીંધી રહયા છે. લોકો પોતાના અને પોતાના પરિવાર અને અગદ સ્વાર્થ માટે કાર્ય કરતા હોય છે જયારે વરસોથી વિસાવદરમાં રહેતા અને લોકોનાં દરેક સુખ દુઃખમાં સહભાગી બનતા કિન્નર નીલમ બા ગુરુ શ્રી જોશના કુંવર બા જે તા-૨૪-૨-૨૦૨૦ થી વિસાવદર મારૂતિ નગર હનુમાન પરામાં દેવી ભાગવત કથાનું આયોજન કરી રહયા છે જેનો હેતુ વિશ્વમાં લોકોમાં ભાઈચારો રહે અને દરેક સમાજ સાથે રહે એવી ભાવના સાથે શ્રીમદ દેવી ભાગવતનું આયોજન છે જેમાં વ્યાસપીઠ પરથી ઈશ્વરીયાના જનકદાદા પોતાના કંઠેથી કથાનું રસ પાન કરાવશે. આ કથા રોજ સવારના ૯:૦૦ કલાક થી ૧૨:૦૦ અને બપોર ના ૩:૦૦ થી સાંજ ૬:૦૦ કલાકનો સમય રહશે. જયારે કથા દરમિયાન દરેક લોકો માટે બંને ટાઈમ પ્રસાદનું આયોજન રાખવામા આવે છે સાથે સાથે દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો રહશે જેમાં રામા મંડળ, રાસ ગરબા, લોક ડાયરો અને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ તો ખરા જ જેમાં તા.૨૫-૨-૨૦૨૦ ના રોજ રાજકોટનું પ્રખ્યાત રામા મંડળ આવશે તા.૨૭-૨-૨૦૨૦ ના રોજ લોક ડાયરો જેમાં દેવરાજ સિંહ રાઠોડ લોક ગાયક, ચાંદની બેન હિંગુ લોક ગાયક, નવનીતભાઈ આહીર સાહિત્યકાર. આ કથાનો લાભ લેવા કિન્નર નીલમ કુંવર ગુરુ શ્રી નાયક જોશના કુંવર તેમજ સમસ્ત વિસાવદર સહેર આમંત્રણ આપવામાં આવેલ છે

Advertisement

Share

Related posts

લીંબડી અમદાવાદ હાઈવે પર કટારીયાના પાટીયા પાસે અકસ્માત સર્જાતા ૪ લોકોના મોત.

ProudOfGujarat

ગાંધીનગર ખાતે  શિક્ષણ મંત્રી તથા આદિજાતિ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર તથા પ્રો. જિતેન્દ્ર ચૌધરી, ડૉ. પ્રતિભા ચૌધરી, ડૉ. નીલ ચૌધરી અને  ભૂમિલ અણિયાળયાનાના વરદ હસ્તે જયશ્રી ચૌધરીની “ છિલુગરી” નવલકથાનું  વિમોચન કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ : કાશ્મીર ફાઇલ ફિલ્મ પર અરવિંદ કેજરીવાલની ટિપ્પણીનો યુવા ભાજપ દ્વારા વિરોધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!