Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના ઝધડિયા તાલુકાના તરસાલી ગામે મોહદ્દીષે આઝમ મિશન બ્રાન્ચ દ્વારા છઠ્ઠા સમુહ લગ્નોત્સવ યોજાયો.

Share

ભરૂચના ઝધડિયા તાલુકાના તરસાલી ગામે મોહદ્દીષે આઝમ મિશન બ્રાન્ચ દ્વારા છઠ્ઠા સમુહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં ૧૧ યુગલો નિકાહના પવિત્ર બંધનમાં જોડાઇને સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. સમાજમાંથી કુરિવાજો, ખોટા ખર્ચા દુર કરવાના શુભઆશ્ચય સાથે સાંપ્રત મોંધવારીના યુગમાં દરકે સમાજના મોભીઓ પોતાનો સમાજ વ્યર્થ ખર્ચાઓથી દુર રહે એ માટે સમુહ લગ્નોત્સવ કાર્યક્રમો આયોજિત કરતા હોય છે. ભરૂચના ઝધડીયા તાલુકાના તરસાલી ગામ ખાતે મોહદ્દીષે આઝમ મિશન દ્રારા છઠ્ઠા સમુહ લગ્ન યોજાયો હતો. જેમાં ૧૧ યુગલોએ નિકાહના પવિત્ર બંધનામાં જોડાઇને સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફથી કરાયો હતો. ત્યારબાદ નાઅત શરીફ રજુ કરવામાં આવી હતી. મૌલાના ગુલામ હુશેનને મોહદ્દીષે આઝમ મિશનના વર્ષ દરમિયાન કરાવામા આવતા માનવ સેવાના કાર્યો પર પ્રકાશ પાડ્યુ હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત પયગંમ્બર સાહેબના વંશ સૈયદ હશન અસ્કરી મીયાંએ સમગ્ર વિશ્વમાં કાર્યરત મોહદ્દીષે આઝમ મિશન દ્રારા સેવાભાવી કાર્યનો સુંદર ચિતાર આપ્યો હતો. સૈયદ હશન અસ્કરીમીયાએ સમુહ લગ્નનુ મહત્વ અને ફાયદાઓ વિશે જણાવ્યુ હતું કે લગ્નમાં થતા કુરીવાજો અને વ્યર્થ ખર્ચાઓ સમુહ લગ્નના માધ્યમથી નિવારી શકાય એમ છે. ત્યારબાદ સૈયદ અરબીમિયા અને સૈયદ હશન અસ્કરીમીયાના નેતૃત્વ હેઠળ આયોજીત સમુહ લગ્નમાં ઈસ્લામીક રીત રીવાજ પ્રમાણે યુગલોને નિકાહ પઠાવવામા આવ્યા હતા. મોહદ્દીષે આઝમ મિશન તરસાલી દ્રારા આયોજીત સમુહ લગ્નોત્સવમાં યુગલોને જીવન જરૂરીયાતની ૭૦ જેટલી ચીજ વસ્તુઓ ભેટ સોગાદરૂપે અર્પણ કરાઇ હતી. કાર્યક્રમના અંતિમ ચરણમાં બાવા સાહેબ દ્રારા ખુતબો, સલાતો સલામ અને દુવા ગુજારવામા આવી હતી. આ સમુહ લગ્નનાં કાર્યક્રમને સફળ બનાવવા મોહદ્દીષે આઝમ મિશનના પ્રમુખ હાજી ગુલામ હુશેન, સેક્રેટરી ઈબ્રાહીમભાઈ, ખજાનચી ગુલામ મોહંમદ ટેલીફોનવાલા તેમજ મિશનના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. મિશન ઉપરાંત શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ અને ખ્વાજા નશીરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટના કાર્યકરોએ ઉપયોગી યોગદાન પૂરું પાડ્યુ હતું.

Advertisement

Share

Related posts

નડિયાદ : એન્ફોર્સમેન્ટ સ્કવોડ દ્વારા નિયમોનું ઉલંઘન કરતા લારી ગલ્લાવાળાને દંડ ફટકારાયો

ProudOfGujarat

માંગરોળના આસરમા ગામેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રૂ.૪૭,૪૨૦ નો દારૂ ઝડપી પાડયો.

ProudOfGujarat

રાજપીપળા : જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે આરોગ્ય ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મીઓનું સન્માન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!