Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા જીઆઇડીસીની વાઇલેન્ટ ઓર્ગોનિક કંપનીમાં કામ કરતા યુવકનું ગેસ લાગતા મોત.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસીની વાઇલેન્ટ ઓર્ગોનિક નામની કંપનીમાં કામ કરતા એક યુવકનું ગેસ લાગવાના કારણે મોત થયુ હોવાનું જાણવા મળ્યુ છે. ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો અનુસાર ઝઘડીયા તાલુકાના ફુલવાડી ગામનો ધર્મેન્દ્રસિંહ હિતેન્દ્રસિંહ પરમાર નામનો ૨૬ વર્ષીય યુવાન જીઆઇડીસીની વાઇલેન્ટ ઓર્ગોનિક નામની કંપનીમાં કામ કરે છે. આ યુવક ગતરોજ કંપનીમાં બીજી પાલીમાં કામ પર ગયો હતો. તે દરમિયાન કંપનીમાં કામ કરતા સમયે રીએકટરનું ઢાંકણું બંધ કરતો હતો ત્યારે તેને અચાનક ગેસ લાગી ગયો હતો. આને લઇને તેને ચક્કર આવતા કંપનીમાં સારવાર આપવામાં આવી હતી. ત્યારપછી આ યુવકને ઘરે આવ્યા બાદ ગભરામણ થઇને ચક્કર આવીને ઉલટી થઇ હતી. જેથી યુવકની તબિયત બગડતા તેને સાંજના છ વાગ્યાના સમયે ઝઘડીયા સેવારુરલ દવાખાનામાં સારવાર માટે લઇ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે યુવકને મરણ પામેલ જાહેર કર્યો હતો. આ ઘટના સંદર્ભે ફુલવાડીના જશવંતસિંહ કરશનભાઇ રાજપુતે ઝઘડીયા પોલીસમાં જાણ કરતા પોલીસે યુવકના મૃતદેહને સરકારી દવાખાને પીએમ કરવા મોકલ્યો હતો. વધુમાં જાણવા મળ્યા મુજબ કંપનીમાં કામ કરતા સમયે ગેસ લાગવાની વાતે યુવકની તબિયત લથડ્યા બાદ તેનું મોત થતાં યુવકના પરિવારજનો અને ગ્રામજનોમાં રોષ ફેલાવા પામ્યો હતો. ઉલ્લેખનીય છેકે ઝઘડીયા જીઆઇડીસીમાં ઘણીવાર જીવલેણ દુર્ઘટનાઓ બનતી હોવાથી જીઆઇડીસીમાં કામ કરતા કામદારોની સલામતી બાબતે સવાલો ઉઠવા પામ્યા છે. ગેસ દુર્ઘટના, બ્લાસ્ટ થવા, કેમિકલ યુક્ત દુષિત પ્રવાહી જાહેરમાં છોડવું વિ.જેવા બનાવો હવે જાણે સામાન્ય થઇ ગયા છે. ઝઘડીયા સહિત જિલ્લાની અન્ય ઔદ્યોગિક વસાહતોના ઉધોગોને પ્રદુષણ બાબતે કંટ્રોલમાં રાખવા પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કાર્યરત હોવા છતા ઘણીવાર પ્રદુષિત પાણી જાહેરમાં છોડાવાની ઘટનાઓ ભુતકાળમાં બની હોવાનું જાણવા મળ્યુ છે. ત્યારે આ બાબતે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ઉધોગોને જરુરી નિયમોનું ભાન કરાવવા અસરકારક ભુમિકા અપનાવે તે જરુરી બન્યુ છે.

ગુલામહુસેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં ૩ વાગ્યા સુધીમાં કુલ ૫૬.૩૪ % મતદાન…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં હપ્તા ખાઉ તત્વોનાં કારણે નશાનાં કારોબારીઓ બન્યા બેફામ, વિવિધ બુટલેગરોનાં વાયરલ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યા.

ProudOfGujarat

ગોધરા : વાવાઝોડામાં થયેલા ખેતીપાકને નુકશાનનું વળતર ચુકવાવા માટે કૃષિ વિભાગને ધારાસભ્યની લેખિત ભલામણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!