Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના રાયસીંગપુરા ગામે ઇફતાર પાર્ટી યોજાઇ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાયસીંગપુરા ગામે પવિત્ર રમઝાન માસને અનુલક્ષીને ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત ઝઘડીયાના ઉપપ્રમુખ પ્રકાશભાઇ દેસાઇ તેમજ કારોબારી સમિતિના અધ્યક્ષ રિતેશભાઇ વસાવા દ્વારા રાયસીંગપુરા ગામે પ્રકાશભાઇ દેસાઇના ફાર્મ હાઉસ ખાતે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુસ્લિમ અગ્રણીઓ સૈયદ ઇમ્તિયાજઅલી બાપુ, ઝાકીરભાઇ મલેક, તરસાલીના માજી સરપંચ હુશેનભાઇ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છેકે હાલમાં મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે,ત્યારે તેને અનુલક્ષીને ઝઘડીયા તાલુકા ભાજપા અગ્રણીઓ પ્રકાશભાઇ દેસાઇ અને રિતેશભાઇ વસાવા દ્વારા આ ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

પોલીસે ૨૪ કલાકમાં ભાડૂઆત-શ્રમિકોની નોંધણી નહીં કરાવનારા ૨૨૧ લોકો સામે કાર્યવાહી કરી

ProudOfGujarat

નડિયાદ સહીત જિલ્લાભરમાં નવરાત્રીની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચમાં નર્મદા જયંતીની શ્રદ્ધાભેર ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!