Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા સેવા રૂરલ ખાતે તા.૨૮ એ મફત ત્રાંસી આંખનો સારવાર કેમ્પ યોજાશે.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે આવેલ સેવારુરલ હોસ્પિટલ ખાતે તા.૨૮ મીને ગુરુવારના રોજ મફત ત્રાંસી આંખ તપાસ કેમ્પ યોજાશે. આયોજિત કેમ્પમાં ત્રાંસી આંખ ધરાવનાર દર્દીઓની નિષ્ણાંત તબીબો દ્વારા તપાસ કરીને જરુરી સારવાર આપવામાં આવશે. જેમાં ઓપરેશનની જરુરવાળા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરીને વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે, ઉપરાંત દવા તેમજ ચશ્મા પણ મફત આપવામાં આવશે. આ કેમ્પમાં આંખ ત્રાંસી હોવી, જન્મજાત મોતિયો હોવો, આંખમાં વાગેલું હોય, નજર ઓછી હોવી, દ્રશ્ય ડબલ દેખાવું, વિ.તકલીફવાળા દર્દીઓની તપાસ કરવામાં આવશે. કેમ્પનો સમય સવારના ૯ થી ૧૨ નો રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઝઘડીયા સ્થિત સેવારુરલ હોસ્પિટલમાં આંખના વિભાગમાં રોજ સેંકડો દર્દીઓની સારવાર કરવામાં આવે છે. ગુજરાતની અગ્રગણ્ય આંખની હોસ્પિટલોમાં સેવારુરલની ગણના થાય છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ગોધરા-દાહોદ હાઈવે પર બે ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ચારના મોત

ProudOfGujarat

હિલ્સા માછલીનો ભરૂચમાં ભંડાર છલકાયો, બરફનાઆ અભાવે ભાવો ગગડી માત્ર 100 રૂપિયા

ProudOfGujarat

ભાવનગરમાં ચકાસણી કામગીરીમાં 123 ઇવીએમ-વીવીપેટ રીજેક્ટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!