Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયા તાલુકાના અછાલીયા ગામનાં ખેડૂતે વિશાલા એટલે કે પીળી છાલવાળા તરબૂચની કરી ખેતી.

Share

ઔધોગિક દ્રષ્ટિએ અગ્રેસર ભરૂચ જીલ્લાના નર્મદા તટના ઝઘડિયા પંથકમાં પીળી છાલનાં વિશાલા તરબૂચની ખેતીએ આકર્ષણ જમાવ્યું છે. જેની ખેડૂતોને સારી કિંમત મળી રહી છે. આ તરબૂચ પણ હવે ભરૂચની ખારીસીંગની જેમ પ્રચલિત બની ગયા છે.

ભરૂચ જીલ્લાના નર્મદા નદીના કાંઠાના વિસ્તારમાં ખેડૂતોના તરબૂચ મધુર અને મીઠા હોવાના કારણે ભરૂચ જીલ્લામાં મોટા પ્રમાણમાં ખેડૂતો તરબૂચની વાવણી કરાતાં તરબૂચોનું ઉત્પાદન હવે થવા લાગ્યું છે.પરંપરાગત એવા મેલોડી અને બાહુબલી તરબૂચ કરતા સૌથી વધુ વિશાલા પીળી છાલવાળા તરબૂચના ડબલ ભાવ ખેડૂતોને મળતા ભરૂચ જીલ્લાના ખેડૂતો તે તરફ વળ્યા છે. ભરૂચ જીલ્લામાં કોરોના કાળ બાદ ખેડૂતોએ કઈ ખેતી કરવી તે પ્રશ્ન મૂંઝવી રહ્યો હતો. પરંતુ પ્રગતિશીલ ખેડૂત નિર્મલસિંહ યાદવે ખેડૂતોને માહિતગાર કર્યા કે ઉનાળાની સીઝનમાં તરબૂચનું વાવેતર ફળદાયી રહે છે અને તેમાંય મેલોડી અને બાહુબલી તરબૂચ કરતા વધુ વિશાલા નામની પ્રજાતિના તરબૂચ ઉત્પાદન કરવું તે લાભદાયક હોય છે. આ તરબૂચના ઉત્પાદન માટે કોઈ વાતાવરણ નડતું નથી અને એટલે જ ઉનાળાની કાળઝાળ ગરમીમાં મીઠા મધુર તરબુચની માંગ રહેતી હોય છે.

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના અછાલિયામાં નવ એકર જમીનમાં ત્રણ પ્રજાપતિની તરબૂચની ખેતીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. જેમાં મેલોડી, બાહુબલી કરતા વિશાલા પીળી છાલ વાળા તરબુચની માંગ વધુ રહેતા વિશાલા નામના તરબૂચના ડબલ ભાવ ખેડૂતોને મળતા ખેડૂતોના ખેતરમાં મોટા પાયે રહેલા વિશાલા તરબૂચની ભારે માંગ જોવા મળી રહી છે. તેથી ખેડૂતો વિશાલા તરબૂચની ખેતી તરફ વળી રહ્યા છે અને કેટ લાય ખેતરોમાં વિશાલા તરબૂચનું મબલખ ઉત્પાદન જોવા મળે છે . ભરૂચ જીલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં અન્ય ફળો સાથે તરબૂચનું વેચાણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. પરંતુ આ વખતે ઉનાળાની સીઝનમાં મુસ્લિમ બિરદારોનો રમઝાન માસ ચાલતો હોય અને તેમાં મેલોડી અને બાહુબલી નામના તરબૂચ કરતા વિશાલા તરબૂચ મીઠા અને મધુર હોવાના કારણે ખેડૂતોએ આ વખતે મબલખ પ્રમાણમાં વિશાલા તરબૂચનું ઉત્પાદન કરી મબલખ પાક મેળવી બજારમાં વેપારીઓ સુધી ૫હોંચાડી સારો ભાવ મેળવી રહ્યા છે. ત્યારે એક કહી શકાય કે ભરૂચની ખારીસિંગની જેમ હવે વિશાલા તરબૂચે પણ તેની આગવી ઓળખ મેળવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં કસક ગરનાળામાં ટેમ્પો ફસાતાં ટ્રાફિકજામ સર્જાયો.

ProudOfGujarat

સુરતમાં વાવાઝોડાનાં પગલે ફાયરશાખા દ્વારા સતત કામગીરી કરાઇ.

ProudOfGujarat

નર્મદાના જીતનગર નંદીકેશ્વર મહાદેવ મંદીરે સવા લાખ ચિંતામણી પાર્થેશ્વર શિવલીંગ બનાવતા ઉજ્જેનના નાંદેરાના બ્રાહમણો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!