Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી ગામની ૫૫ વર્ષીય વૃધ્ધા અસ્થિર મગજના કારણે એક મહિનાથી લાપતા.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામની એક ૫૫ વર્ષીય અસ્થિર મગજની મહિલા એક મહિના જેટલા સમયથી ઘરેથી નીકળીને ક્યાંક જતી રહી હોવાની ઘટના બનવા પામી છે. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપારડીના ખાડી ફળિયા ખાતે રહેતી ચંપાબેન ખોડાભાઇ વસાવા નામની ૫૫ વર્ષીય મહિલાને મગજ અસ્થિર થવાની તકલીફ થતાં આ મહિલાની સારવાર ચાલતી હતી. દરમિયાન આ મહિલા પાછલા એક મહિના જેટલા સમયથી અસ્થિર મગજના કારણે ઘરેથી નીકળીને ક્યાંક ચાલી ગઇ હતી. પરિવારજનોએ શોધવા છતાં મહિલાની કોઇ ભાળ મળી નહતી, જેથી ગતરોજ તા.૨૭ મીના રોજ ગુમ થનાર મહિલાની પુત્રી કલ્પનાબેન અરવિંદભાઇ વસાવા રહે.રાજપારડી તા.ઝઘડીયાનાએ રાજપારડી પોલીસમાં આ અંગે જાણ કરી હતી. ગુમ થનાર મહિલા શરીરે પાતળી કાઠીના છે, રંગે સાધારણ શ્યામ વર્ણના, ઉંચાઇ આશરે પાંચ ફુટ જેટલી છે, તેમજ પોપટી કલરની સાડી પહેરેલ છે, એમ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની સજોદ સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્યનો મૃતદેહ મળી આવતા ચકચાર.

ProudOfGujarat

સુરત : આહિર સમાજ મહિલા ગ્રુપ સુરત દ્વારા મહિલા સશક્તિકરણ અને નારીશક્તિ અંગે કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વડોદરા : ‘આપ’ ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા એ પાણીની સમસ્યા મુદ્દે સરકાર પર કર્યા આક્ષેપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!