Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા સુલતાનપુરાના નાના બાળકોએ પવિત્ર રમઝાન માસનો રોજો રાખ્યો.

Share

હિન્દુ ધર્મમાં પવિત્ર શ્રાવણ માસમાં ઉપવાસનો મહિમા હોય છે, તેવી જ રીતે મુસ્લિમ ધર્મમાં પવિત્ર રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરો રોજા (ઉપવાસ) રાખતા હોય છે. અત્યારે મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. વહેલી સવારે મળશ્કેથી લઇને સાંજે સુર્યાસ્ત સુધી ખાવું પીવુ વિ.જેવી માનવીય ઇચ્છાઓનો અલ્લાહને માટે ત્યાગ કરવો એનું નામ રોજો.

નાના બાળકો પણ પોતાની જીંદગીનો પ્રથમ રોજો રાખીને ખુશી અને ધન્યતા અનુભવતા હોય છે. આજે પવિત્ર રમઝાન માસના સત્તાવીસ દિવસ થઇ ગયા છે. ચારેક દિવસ બાદ ઇદનો તહેવાર આવશે. અત્યારે ઉનાળો અગન વર્ષા ફેલાવી રહ્યો છે, ત્યારે ઘણા નાના બાળકો પણ ગરમીની પરવા કર્યા વિના પોતાના રબને ખુશ કરવા રોજા રાખતા હોય છે. ઝઘડીયા સુલતાનપુરા ગામના બે નાના ભુલકાઓએ હાલમાં ચાલી રહેલ રમઝાન માસ દરમિયાન રોજો રાખીને ઉનાળાની સખત ગરમીમાં પોતાની સહનશક્તિ અને એકાગ્રતાનું સુંદર ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ. ૯ વર્ષીય ઝોયાબાનું મો.શેહજાદ શેખ અને ૫ વર્ષીય મો.મોઇન મો.શેહજાદ શેખ નામના આ બાળકોએ પવિત્ર રમઝાન માસ દરમિયાન રોજો રાખીને અલ્લાહની બંદગી કરી હતી, તેમજ દુઆઓ માંગી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ખેડા : કંપડવજની યુવતીએ નેલ આર્ટ દ્વારા દેશ ભક્તિ દર્શાવી

ProudOfGujarat

આમોદના સિમરથા પાસેથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત…

ProudOfGujarat

ચમેલી અને ગીતાથી લઈને ફોર મોર શોટ્સ પ્લીઝ! ની છોકરીઓ સુધી: PNC એ ફિલ્મો અને વેબ શો માટે કેટલાક યાદગાર સ્ત્રી પાત્રો બનાવ્યા છે – અને અમને તેનો ગર્વ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!