Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા : કંપડવજની યુવતીએ નેલ આર્ટ દ્વારા દેશ ભક્તિ દર્શાવી

Share

ખેડા જિલ્લાના કપડવંજ શહેરના પટેલ વાડામાં રહેતી ૨૫ વર્ષિય શિવાની ભટ્ટે પોતાના હાથના નખ સુંદર રાષ્ટ્રધ્વજના પ્રતિક રૂપ કલ- સજાવ્યા છે. આ સાથે સાથે દેશન જવાનનું સુંદર પ્રતિકૃતિ નેલ આર્ટ દ્વારા પોતાના હાથના નખ પર કંડારયા છે. કલાકોની મહેનત બાદ આ નેલ આર્ટ તૈયાર કરાયું છે. તેઓની સાથે વાતચીત કરતાં કહ્યું કે, દેશ ભક્તિ હોવાથી ખાસ આ નેલ તૈયાર કરી છે. આ ઉપરાંત મહેંદી મૂકી ‘સત્ય મેવ જયતે’ અને ‘જય હિન્દ’ના સ્લોગન લખ્યા છે. આજ યુવાઓમાં દેશ ભક્તિ જાગૃત બને તેવા ઉમદા હેતુથી આ નેલ આર્ટ અને મહેંદી મૂકી હોવાનું આ યુવતી
જણાવ્યું છે. અગાઉ તેઓએ મહેદી દ્વારા અને ચિત્રકલા દ્વારા સમાજ જન જાગૃતિ લાવવા પ્રયાસ કર્યા છે. આમ યુવાઓમાં પણ દેશના ગણતંત્ર પર્વનો અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકામાં બે અલગ-અલગ અકસ્માતોમાં એકનું મોત, બીજામાં ચાલકનો આબાદ બચાવ

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારીએ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી.

ProudOfGujarat

પઢીયાર ખાતે આવેલા કૃપાલ આશ્રમમાં ગુરુપુર્ણિમાની ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!