Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયાના લિમોદરા ગામના યુવકે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના લિમોદરા ખાતે રહેતા એક ૨૯ વર્ષીય યુવકે ગળા ફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાની ઘટના બનવા પામી છે. ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ લિમોદરા ગામે રહેતા મેલસિંગભાઇ કાલિદાસભાઇ વસાવા ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે. ગતરોજ તા.૩ જીના રોજ રાતના સાડા નવેક વાગ્યાના અરસામાં તેમના ૨૯ વર્ષીય પુત્ર પ્રવિણભાઇ વસાવા નામના પુત્રએ ઘરના માળિયાના લાકડા સાથે નાયલોનની દોરી બાંધીને ગળાફાંસો ખાઇ લીધો હોવાની જાણ થઇ હતી. ત્યારબાદ પ્રવીણને અવિધા સરકારી દવાખાને લઇ જવાતા ત્યાં ફરજ પરના તબીબે મરણ પામેલ જાહેર કર્યો હતો. આ અંગે મૃતકના પિતા મેલસિંગભાઇ વસાવા રહે.લિમોદરાનાએ ઝઘડીયા પોલીસમાં આ અંગે જાણ કરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ઝઘડીયાના નાનાસાંજા ગામે ગોચરની જમીનમાં વૃક્ષો કાપી નાંખવા બાબતે વિવાદ સર્જાયો.

ProudOfGujarat

વાઘજીપુર ગામે કુવામાંથી મળી આવી ત્રણ દિવસ ગુમ યુવતીની લાશ

ProudOfGujarat

સુરતમાં ઓટોરિક્ષા ચાલકોને ઇ-મેમો અને પોલીસ દ્વારા ખોટી રીતે થતી કનડગત બન કરી ઇ-મેમોને માફ કરવાની માંગણી કરતું આવેદનપત્ર અપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!