Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાના એક ગામે ચાર સંતાનોની માતા સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્નની ના પાડતા ફરિયાદ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના એક ગામે રહેતી ૩૪ વર્ષીય વિધવા મહિલાને સંજય વસાવા નામના એક યુવક સાથે ૨૦૧૫ ની સાલથી પ્રેમ સંબંધ બંધાયો હતો. આ યુવક સાથેના સંબંધથી આ મહિલાએ ૨૦૧૬ ના ૧૦ મા મહિનામાં એક પુત્રને જન્મ આપ્યો હતો. આ મહિલા તેના ચાર સંતાનો સાથે તેના ગામે રહે છે. આ મહિલાને તેના પ્રેમી યુવક દ્વારા પુત્ર જનમ્યા બાદ મહિલા અવારનવાર તેની સાથે લગ્ન કરી લેવા યુવકને જણાવતી હતી, પરંતું યુવકે તેની સાથે લગ્ન કર્યા નહતા. દરમિયાન આ યુવકે અન્ય ગામની એક છોકરી સાથે સગાઇ કરી લીધી હોવાની ખબર મળતા મહિલાએ તેના પ્રેમી યુવકને તેની સાથે લગ્ન કરવા જણાવ્યુ હતું. ત્યારબાદ આ મહિલા તેની માતાના ઘરે આવેલ હતી. દરમિયાન ગત તા.૩૦ મીના રોજ સાજના આઠેક વાગ્યાના સમયે મહિલા તેની મમ્મીના ઘરે હાજર હતી ત્યારે યુવકના કેટલાક સંબંધીઓ ત્યાં આવ્યા હતા અને મહિલાને કહ્યુ હતુ કે સંજય તારી સાથે લગ્ન કરવાનો નથી. તેમ કહીને એ લોકો ગાળો બોલવા લાગ્યા હતા અને મહિલાને ઢિકાપાટુનો માર મારવા લાગ્યા હતા. તે લોકોએ મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઘટના સંદર્ભે આ મહિલાએ શાંતિલાલ છનાભાઇ વસાવા, કેશરભાઇ છનાભાઇ વસાવા, પરેશભાઇ શાંતિલાલ વસાવા, પાયલબેન વિનોદભાઇ વસાવા, ઉર્મિલાબેન શાંતિલાલ વસાવા, અશોકભાઈ ભીમાભાઇ વસાવા, વિનોદભાઇ જમાઇ તમામ રહે.ગામ કુંવરપરા તા.ઝઘડીયાના તેમજ નર્મદા જિલ્લાના ઉમરવાના અન્ય પાંચ ઇસમો મળી કુલ ૧૨ વ્યક્તિઓ સામે ઝઘડીયા તાલુકાના એક પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

ભરૂચ ના ભોલાવ એસ ટી વિભાગ ખાતે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ ને સાથે રાખી કોંગ્રેસ યુવા પાંખ ના અગ્રણીઓ એ વિવિધ સમસ્યાઓ અને મુદ્દાઓ સાથે રજૂઆત કરી હતી.

ProudOfGujarat

અંકલેશ્વરનાં રાજપીપળા રોડ ઉપર મોબાઈલ ફોનની ઉધરાણી માટે ગયેલા આશાસ્પદ યુવાનને હાઈવા ટ્રક ચાલકે અડફેટે લઈને મોતને ધાટ ઉતારી દેવાની ધટના પોલીસ ચોપડે દાખલ થઈ છે.

ProudOfGujarat

અંકલેશ્વર શહેરના ગોયા બજાર વિસ્તારમાં આવેલ અલંકાર જવેલર્સમાં થયેલ અંદાજીત 17 તોલા સોનાની ચોરીના મામલામાં પોલીસે ટ્રાન્સફર વોરન્ટથી એક આરોપીની અટકાયત કરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!