Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી ખાતે સીવણ ક્લાસથી પરત ફરતી મહિલા લાપતા.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે સીવણ ક્લાસ કરવા આવતી ૨૦ વર્ષીય પરિણિતા રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ જવાની ઘટના બનવા પામી છે.

રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના નાનીજાંબોઇ ગામની કિંજલબેન સંજયભાઇ વસાવા નામની ૨૦ વર્ષીય યુવતી રાજપારડી ચાર રસ્તા નજીક ચાલતા એક સીવણ ક્લાસમાં તાલિમ માટે આવતી હતી. ગતરોજ તા.૫ મીના રોજ કિંજલ સીવણ ક્લાસમાં આવી હતી. સીવણ ક્લાસનો સમય પૂર્ણ થયા બાદ તે સીવણ ક્લાસમાંથી બહાર નીકળી હતી. પરંતું ત્યારબાદ તે તેના ઘરે પહોંચી નહતી. પરિવારજનોએ લાપતા થયેલ કિંજલની શોધખોળ કરવા છતાં તે મળી નહતી. કિંજલ સીવણ ક્લાસનો સમય પૂર્ણ થયા બાદ કોઇને કંઇ કહ્યા વિના ક્યાંક જતી રહી હોઇ કિંજલના પતિ સંજયભાઇ હરિભાઈ વસાવા રહે.નાનીજાંબોઇ તા.ઝઘડીયાનાએ રાજપારડી પોલીસમાં પોતાની પત્નિ ગુમ થવા બાબતની જાણ કરી હતી. આ ૨૦ વર્ષીય પરિણિતા કિંજલ ગુમ થવાની ઘટનામાં હાલતો રહસ્ય સર્જાયુ છે. રાજપારડી પોલીસે કિંજલના પતિની ફરિયાદ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ભાવનગરના સિહોરમાં તણાયેલા માતા-પુત્રીમાંથી માતાનો બચાવ : આઠ વર્ષની પુત્રીનો મળ્યો મૃતદેહ.

ProudOfGujarat

તેલ ના નામે ખેલ”પાડનાર ભરૂચ મનુબર ચોકડી પરનો કરિયાણા દુકાન નો સંચાલક પોલીસ પકડમાં આવ્યો

ProudOfGujarat

ભરૂચ નર્મદા નદીની જળ સપાટીમાં ઘટાડો, ગોલ્ડન બ્રિજ ખાતે સપાટી 25 ફૂટે પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં રાહત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!