Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના એક ગામની સગીર વયની છોકરીને કોઇ અજાણ્યો ઇસમ ભગાડી ગયો.

Share

ભરુચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના એક ગામની એક ૧૭ વર્ષીય સગીરાને કોઇ અજાણ્યો ઇસમ ભગાડી ગયો હોવાનો બનાવ બનવા પામ્યો છે.

આ અંગે મળતી વિગતો મુજબ આ સગીરા ધો.૧૦ સુધીનો અભ્યાસ કરેલ છે, તેમજ તે તેના મોટાકાકા સાથે રહે છે. દરમિયાન ગત તા.૧૫ મીના રોજ પરિવારના સભ્યો રાતના સાડા દસેક વાગ્યાના અરસામાં જમી પરવારીને સુઇ ગયા હતા. રાતના બે વાગ્યે સગીરાના મોટાકાકા જાગ્યા ત્યારે તેમની સગીર વયની ભત્રીજી ઘરમાં જ્યાં સુતી હતી ત્યાં જણાઇ નહતી. ત્યારબાદ પરિવારજનોએ તેની શોધખોળ કરવા છતાં તે મળી નહતી. કોઇ અજાણ્યો ઇસમ તેમના વાલીપણામાંથી તેમની સગીર વયની ભત્રીજીનું અપહરણ કરી લઇને નાશી ગયો હોવાની ખાતરી થતા સગીરાના વાલીએ નજીકના પોલીસ સ્ટેશનમાં સગીરાને ભગાડી જનાર અજાણ્યા ઇસમ વિરુધ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છેકે ઝઘડિયા તાલુકામાં અવારનવાર સગીર વયની યુવતીઓને પટાવી ફોસલાવીને લગ્નની લાલચ આપી ભગાડી જવાની ઘટનાઓ બનતી હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

ભરૂચના ટંકારીયા ગામમાં એક યુવકે ગળા ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું.

ProudOfGujarat

વડોદરામાં તિરંગાની આન, બાન અને શાન સાથે પ્રજાસત્તાક દિનની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

ભરૂચના નર્મદા નદી કિનારે જાહેરમાં જુગાર રમતાં 5 ઝડપાયાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!