Proud of Gujarat
GujaratFeaturedINDIA

પેરોલ ફ્લો ટીમના પેટ્રોલિંગ દરમિયાન ઝઘડિયાનો નાસતો ફરતો આરોપી ઝડપાયો.

Share

ભરુચ જીલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી નાસતા ફરતા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા મળેલ સુચના અંતર્ગત ભરુચ પેરોલ ફ્લોની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેના અનુસંધાને ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાયેલ ગુના હેઠળ નાસતા ફરતા આરોપીને ભરૂચ પેરોલ ફ્લોની ટીમે ઝડપી લીધો હતો. મળતી વિગતો મુજબ ભરૂચ પેરોલ ફ્લો પીએસઆઇ ડી.આર.વસાવાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફ્લો ટીમને ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે ઝઘડીયા પોલીસ મથકમાં નોંધાયેલ ગુના અંતર્ગત નાસતા ફરતા આરોપી સુનિલભાઇ સુકાભાઇ વસાવા રહે.દુમાલપુર તા.ઝઘડિયા અને હાલ રહે.ફુલવાડી તા.ઝઘડિયાનાને મુલદ ચોકડીથી અંદર દુ.બોરીદ્રા ગામ તરફ જવાના રસ્તા પરથી ઝડપી લેવાયો હતો. પોલીસે આ ઝડપાયેલ ઇસમ પાસેથી દેશી દારુ, મોપેડ તેમજ મોબાઇલ મળીને કુલ રુ.૫૧૨૬૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો. પેરોલ ફ્લોની ટીમે આ ઝડપાયેલ આરોપીને આગળની કાર્યવાહી માટે ઝઘડિયા પોલીસને સોંપ્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ઉમરપાડા તાલુકાનાં ચવડા ગામે ઉકાળાનું વિતરણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

કંબોલી શાળા ખાતે નિવૃત થતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નો વિદાયમાન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અરવલ્લી જીલ્લા LCB એ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનાલયમાંથી ગેસની બોટલ ચોરી કરતી બિલ્લા ગેંગના 5 ને દબોચ્યા, 16 બોટલ જપ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!