Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયામાં સટ્ટાબેટિંગના આંક ફરકના આંકડાનો જુગાર રમાડતી મહિલા ઝડપાઇ.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે પોલીસે સટ્ટા બેટિંગના આંકડાનો જુગાર રમાડતી એક મહિલાને ઝડપી લીધી હતી. આ અંગે ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા પોલીસને ઝઘડિયા ટાઉન વિસ્તારમાં દારુ જુગારની તપાસ માટેના પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ઝઘડિયા સેવારુરલ દવાખાનાની પાછળ આવેલ દુકાનની પાછળના ભાગે બેસીને એક મહિલા આંક ફરકના આંકડાનો જુગાર રમાડે છે. પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારતા ત્યાં એક ઇસમ કંઇક લખાવતો નજરે પડ્યો હતો. પોલીસને જોઇને તે ઇસમ નાશી છુટ્યો હતો, જ્યારે આંકડા લખનાર બહેન પકડાઇ ગઇ હતી. આ પકડાઈ ગયેલ બહેનનું નામ પુછતા તેણે પોતાનું નામ ભારતીબેન ડાહ્યાભાઇ વસાવા રહે.સુલતાનપુરા ઝઘડિયા હોવાનું જણાવ્યું હતું. ઘટના સ્થળેથી પોલીસને આંકડા લખેલ કાગળ, બોલપેન તેમજ રોકડા રુ.૩૨૪૦ મળી આવ્યા હતા. પોલીસે આ મુદ્દામાલ કબજે લઇને સટ્ટા બેટિંગનો આંકડાનો જુગાર રમાડતા ઝડપાઈ ગયેલ ભારતીબેન ડાહ્યાભાઇ વસાવા રહે.સુલતાનપુરા ઝઘડિયાના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છેકે ઝઘડિયા તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાં પણ આંકડા લખવાના ધંધા પુરબહારમાં ખીલ્યા હોવાની વ્યાપક લોકચર્ચાઓ જાણવા મળી છે, ત્યારે પોલીસ આ બાબતે લાલઆંખ કરે તે જરુરી બન્યુ છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાની વિવિધ લેબોરેટરીઓ દ્વારા કોવિડ-19 નાં એન્ટીબોડી ટેસ્ટિંગ કરાશે.

ProudOfGujarat

ઝધડીયા પોલિસ મથકમાં કર્મચારીઓને આજરોજ કોરોના વાયરસ અંગે માહિતી અપાઈ.

ProudOfGujarat

સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!