Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના રાજપારડી ગામે પંચાયતની જમીન બાબતની તકરારમાં મહિલા સહિત ચાર સામે ફરિયાદ.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે જીએમડીસી ફળિયા ખાતે રહેતા એક ઇસમને એક મહિલા સહિત ચારે માર મારી ધમકી આપી હોવાની ફરિયાદ લખાવા પામી છે.

વિગતો અનુસાર રાજપારડી જીએમડીસી ફળિયા ખાતે રહેતો અર્જુનભાઇ પરસોત્તમભાઇ વસાવા ગત તા.૩૧ મીના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં ઘરના વાડામાં કેરી પાડતો હતો ત્યારે તેના ઘર નજીક રહેતી હિનાબેન વસાવા ગમેતેમ ગાળો બોલીને કહેવા લાગેલ કે તમારા ઘરની બાજુમાં આવેલ પંચાયતની જમીનમાં અમારો પણ ભાગ છે, તેમાં તમોએ વાડ કરી દીધી છે.અમારો ભાગ આપતા નથી. તે સમયે હિનાબેનના પતિ ધર્મેશભાઇ તેમજ નિલેશભાઇ અને રોહિતભાઇ દોડી આવ્યા હતા. આ લોકો ગાળો બોલવા લાગ્યા હતા. આ ઝઘડા દરમિયાન અર્જુનને લાકડીના સપાટા તેમજ ઢિકાપાટુનો માર મારતા તે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ આ લોકો તારા ઘરની નજીકમાં આવેલ પંચાયતની જમીનમાં ભાગ નહી આપે તો જાનથી મારી નાંખીશુ એવી ધમકી આપીને જતા રહ્યા હતા. આ બાબતે અર્જુન વસાવાએ હિનાબેન ધર્મેશભાઇ વસાવા, ધર્મેશભાઇ વિષ્ણુભાઇ વસાવા, નિલેશભાઇ વિષ્ણુભાઇ વસાવા તેમજ રોહિતભાઇ વિષ્ણુભાઇ વસાવા તમામ રહે.જીએમડીસી રોડ ફળિયું રાજપારડી, તા.ઝઘડિયાના વિરુધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી


Share

Related posts

ભરૂચમાં ખેડૂત આંદોલન ચરમસીમા પર, પી.એમ મોદીના ૩ પ્રોજેક્ટો સામે ખેડૂતોએ બાંયો ચઢાવી, કલેક્ટર કચેરીએ શક્તિ પ્રદર્શન.

ProudOfGujarat

વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીષ પટેલે ખેડૂતોને દસ કલાક વીજળી પુરવઠો મળે એ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર દ્વારા રજૂઆત કરાઇ

ProudOfGujarat

પંચમહાલ : પંચાયત પરીષદના મધ્ય ઝોનના પ્રભારી તરીકે જીલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિનીબેન સોલંકીની વરણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!