Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાની નંદેસરી જીઆઇડીસીમાં દીપક નાઈટ્રેટ કંપનીમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ.

Share

વડોદરાની નંદેસરી જીઆઇડીસી માં આગ લાગતાં વર્કરોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

વડોદરાની નંદેસરી જીઆઇડીસી માં દીપક નાઈટ્રેટ નામની એક કેમિકલની કંપનીમાં આગ લાગતા કારીગરોમાં ભારે દોડધામ મચી ગઇ હતી. કેમિકલ કંપની હોવાને કારણે આસપાસની કંપનીઓ પણ એલર્ટ કરાયું હતું. આગ લાગતાની સાથે જ બરોડા ફાયર વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો તાત્કાલિક ધોરણે ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા, જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોય આથી ૧૦ થી વધુ ફાયર ફાયટરો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કેમિકલ કંપની હોવાને કારણે ફાયરબ્રિગેડ પણ આગને ઓલવવા માટે ભારે જહેમત ઉઠાવી.

અત્રે નોંધનીય છે કે વારંવાર વડોદરા તેમજ આસપાસના વિસ્તારમાં જીઆઇડીસીમાં આગના બનાવો બનતા રહે છે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે વિગતો હજુ સુધી સ્પષ્ટ થઇ નથી.

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકા પંચાયતનું પૂરાત વાળું બજેટ મનજૂર

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે નં. 48 પર ખરોડ ચોકડી પાસે લેન્ડમાર્ક હોટલ સામે અજાણ્યા વાહનની ટકકરે એક વ્યક્તિનું મોત થયું.

ProudOfGujarat

રાજપીપલા ખાતે વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!