Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : પાંચ દિવસ પહેલા ગુમ થયેલ બાળકને વાલિયા પોલીસે શોધીને પરિવારને સોંપ્યો.

Share

થોડા દિવસ પહેલા વાલિયા નજીક આવેલ ગોદરેજ કંપનીના પડાવ પરથી એક શ્રમજીવી પરિવારનો ૧૩ વર્ષીય બાળક ગુમ થયેલ હતો. આ બાબતે વાલિયા પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો. ભરૂચ જીલ્લામાં ગુમ થયેલ બાળકોને શોધી કાઢવા ઉચ્ચ અધિકારીઓ તરફથી મળેલ સુચના અંતર્ગત વાલિયા પીઆઇ પી.એચ.વસાવાએ પોલીસ જવાનોની અલગ-અલગ ટીમો બનાવીને આ ગુમ થયેલ બાળકને શોધી કાઢવા પ્રયત્ન ચાલુ કર્યા હતા. વાલિયા પોલીસે બાળકના વતન મધ્યપ્રદેશના કલ્યાણપુર પોલીસ સ્ટેશન સાથે સંપર્કમાં રહીને બાળકને શોધી કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન આ ગુમ થયેલ બાળક અભિષેક હુરસીંગભાઇ મેળા ગુજરાતથી તેના વતન મધ્યપ્રદેશના ગામ કાકડકુવા પહોંચી ગયો હોવાની જાણ થઇ હતી. ત્યારબાદ વાલિયા પોલીસે આ બાળકને વાલિયા ખાતે લઇ આવીને તપાસની કામગીરી પુર્ણ થયા બાદ તેના પરિવારને સોંપ્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

‘આપ’ પર ભાજપની ‘નજર : ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ : આવતીકાલે ભાજપની મોટી બેઠક : તમામ MLAને હાજર રહેવાનો આદેશ

ProudOfGujarat

સુરત પર પણ ભાજપનું ફોકસ – ભાજપના હિન્દી ભાષી નેતાઓે જ કેમ ગજવશે સભા.

ProudOfGujarat

“रेस 3” के बैंकाक शेड्युल के आखिरी दिन भावुक हुई जैकलिन फर्नांडीज़!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!