Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા જીઆઇડીસીમાં કામ કરતો કામદાર પાંચમાં માળથી નીચે પટકાતા મોત.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતેની જીઆઇડીસીમાં એક કંપનીમાં કામ કરતા એક કામદારનું પાંચમાં માળ પરથી નીચે પડી જતા મોત નીપજ્યુ હતું. ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ અનુપમ રસાયણ નામની કંપનીમાં વાલિયા તાલુકાના ડહેલીનો અનિલભાઇ તલીયાભાઇ વસાવા નામનો ૨૬ વર્ષીય યુવક કામ કરતો હતો તે દરમિયાન તે પાંચમાં માળ પરથી નીચે પડ્યો હતો. પાંચમાં માળ પરથી નીચે પડેલ અનિલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે અંકલેશ્વર ખાતે એક ખાનગી દવાખાનામાં લઇ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે અનિલને મરણ પામેલ જાહેર કર્યો હતો. આ ઘટના બાબતે રૂપજીભાઇ નારસીંગભાઇ વસાવા રહે.ગામ ડહેલી, તા.વાલિયાનાએ ઝઘડિયા પોલીસમાં જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ યુવક કોઇ અગમ્ય કારણોસર નીચે પડી ગયો હોવાનું જણાવાયું હતું.

ઉલ્લેખનીય છેકે ઝઘડિયા જીઆઇડીસીમાં કામ કરતા કેટલાક કામદારોના અવારનવાર આવા આકસ્મિક અકસ્માતોમાં મોત થતાં હોવાની ઘટનાઓ બનતી જોવા મળે છે, ત્યારે ઝઘડિયા જીઆઇડીસીમાં વિવિધ કંપનીઓમાં કામ કરતા કામદારોની સલામતી માટે ઉધોગ સંચાલકો ઉણા ઉતરતા હોવાની લાગણી તાલુકાની જનતામાં સ્પષ્ટપણે દેખાઇ રહી છે. ઘણીવાર સર્જાતી આવી કરુણ ઘટનાઓ બનતી અટકાવવા કોઇ ચોક્કસ નિયમોની જરૂર વર્તાય છે. જીઆઇડીસીમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમિકોની સલામતી માટે ઔદ્યોગિક કંપનીઓ અસરકારક ભુમિકા અપનાવવા આગળ આવે તે માટે તંત્રએ યોગ્ય પગલા લેવા પડશે તેવી આજના સમયની માંગ છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

ઝઘડિયા સુલતાનપુરા ગામના મુસ્લિમ સમાજ દ્વારા નુપુર શર્મા સામે પગલા લેવા આવેદન અપાયું.

ProudOfGujarat

ઝઘડિયા : જુના ટોઠીદરા ગામે ૧૬ એકર જેટલી સરકારી જમીન પરનું દબાણ હટાવાયું.

ProudOfGujarat

ભરૂચમાં કોરોના પોઝીટિવ દર્દીનાં મોત અંગે સમિતિની રચના કરી એક એમ્બુલન્સ ફાળવવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!