Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા, રાજપારડી અને ઉમલ્લા પોલીસ મથક ખાતે દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન કરાયું.

Share

ઝઘડિયા તાલુકાના ત્રણેય પોલીસ મથક ઝઘડિયા રાજપારડી અને ઉમલ્લા પોલીસ મથક ખાતે દશેરાના પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. જ્યારે પણ અધર્મ વધે ત્યારે શસ્ત્રનો ઉપયોગ કરી અધર્મને હરાવી ધર્મનો વિજય થતો હોય છે, ત્યારે આજરોજ બુધવારે દશેરા નિમિત્તે અધર્મ પર ધર્મના વિજય પ્રતિકે ઉજવાતા દશેરા પર્વ એ શસ્ત્ર પૂજન નો વિશેષ મહિમા રહેલો છે.

ઝઘડિયા તાલુકાના ઝઘડિયા, રાજપારડી તથા ઉમલ્લા પોલીસ મથકે વર્ષોની પરંપરા મુજબ પોલીસ મથક ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું, જે પ્રસંગે ઝઘડિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી આર ભરવાડ, પી.એસ.આઇ ધર્મેશ મહંત તથા રાજપારડી પોલીસ મથકના પી.એસ.આઇ જી‌ આઇ‌ રાઠોડ, ઉમલ્લા પોલીસ મથકના પીએસઆઈ એન.જે ટાપરીયા તથા‌ ત્રણેય પોલીસનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ દ્વારા પોલીસ શસ્ત્રનો સદુપયોગ અને નાગરિકોને રક્ષણ તેમજ સલામતી માટે અસરકારક રીતે કરી શકાય તેવી પ્રાર્થના કરી હતી. જે શસ્ત્રનો આજરોજ પોલીસ દ્વારા દશેરાનું પૂજન કરવામાં આવ્યું હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

‘આશ્રમ 3’ની સાધ્વી માતા છે ખૂબ જ હોટ અને ગ્લેમરસ, તેની બોલ્ડનેસ જોઈને ‘બાબા નિરાલા’ પણ થઈ ગયા દિવાના.

ProudOfGujarat

ભરૂચનાં ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા જુગારીઓને હજારોનાં મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયા

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામના નાનકડા રોજદાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!