Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયા તાલુકા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતોને વિવિધ યોજનાઓના કામોના વર્ક ઓર્ડર વિતરણ કરાયા.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે તાલુકા પંચાયત દ્વારા આજે તારીખ ૬ ના રોજ તાલુકા પંચાયત હસ્તકની વિવિધ ગ્રામ પંચાયતોને સરકારની વિવિધ યોજનાઓ જેવી કે આયોજન મંડળ, સ્ટેમ્પ ડ્યુટી, ગુજરાત પેટર્ન, જિલ્લા પંચાયત સ્વભંડોળ વગેરે યોજનાઓના મંજુર થયેલા કામોના વર્ક ઓર્ડર વિતરણ કરવામાં આવ્યા હતા. તાલુકા પંચાયત ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં તાલુકાની ગ્રામ પંચાયતોને કુલ રુ. ૫૬૪ લાખના કુલ ૧૮૨ કામોના વર્ક ઓર્ડર વિતરણ કરવામાં આવ્યા હતા. આ વિતરણ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ રીનાબેન વસાવા, ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતના સદસ્યો, વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયતના પદાધિકારીઓના હસ્તે વિવિધ ગ્રામ પંચાયતોને વર્ક ઓર્ડર વિતરણ કરવામાં આવ્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર:GIDC મા આવેલ એશિયન પેઈન્ટ ચોકડી નજીક વરસાદી કાંસનું દુષિત લાલ કલરનું પાણી પીવાના પાણીની લાઈનમાં ભળી જતા સ્થાનીકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ProudOfGujarat

ભરૂચ : કસક ગરનાળાનું એંગલ ધરાશાયી થયું જાણો કઈ રીતે ?

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે જાહેરમાં પડેલા ભંગારનાં જથ્થામાં આગ લાગતાં દોડધામ મચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!