Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ઝઘડિયાના રતનપુર ગામ નજીક કારમાં આગ લાગતા દોડધામ, કારમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામ નજીક ગતરાત્રીના સમયે કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે નાશભાગના દ્રશ્યો સર્જાયા હતા. ઝઘડિયાથી રતનપુર તરફ આવતી કારમાં રસ્તા વચ્ચે જ પ્રથમ ધુમાડા નીકળવા લાગતા કારમાં સવાર ૪ જેટલા લોકોએ સમય સુચકતા વાપરી કારમાંથી બહાર ઉતરી ગયા હતા, જે બાદ જોત જોતામાં કારમાં આગની જ્વાળાઓના ભડકા થતા ઉપસ્થિત લોકોમાં એક સમયે ઘભરાટનો માહોલ છવાયો હતો.

રસ્તા વચ્ચે સળગી ઉઠેલી કારના પગલે સ્થળ ઉપર પણ લોકોના ટોળા જામ્યા હતા, માનવામાં આવી રહ્યું છે કે કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય શકે છે, જોકે ઘટના અંગેની જાણ ઝઘડિયા ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના લાશકરોએ સ્થળ પર દોડી જઇ આગની જ્વાળાઓમાં રહેલ કાર ઉપર પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં આગને કાબુમાં લીધી હતી.

Advertisement

અચાનક લાગેલ કારમા આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો, જોકે ઘટના દરમિયાન થોડા સમય માટે સ્થળ પર ટોળા ભેગા થતા એક સમયે ટ્રાફિકની સ્થિતિનું પણ સર્જન થયું હતું, જોકે ઝઘડિયા પોલીસના જવાનોએ સ્થળ પર પહોંચી ટ્રાફિકને હળવો કર્યો હતો.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

સુરતમાં સગીરાને હેરાન કરતાં આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ

ProudOfGujarat

ભરૂચ : કૃષિબિલનાં વિરોધમાં જિલ્લા કોંગ્રેસનાં કાર્યકરોએ કિસાન અધિકાર દિન નિમિત્તે ધરણાં- ઉપવાસ કર્યા.

ProudOfGujarat

માલધારી સમાજના યુવાનની ધંધુકામાં કરાયેલી હત્યાના પગલે વડોદરામાં ઘેરા પ્રત્યાઘાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!