Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયા તાલુકામાં અગ્રણીઓએ મોરબી પુલ હોનારતના મૃતકોને શ્રધ્ધાંજલી આપી.

Share

તાજેતરમાં મોરબી ખાતે થયેલ પુલ હોનારતમાં જાન ગુમાવનાર મૃતકોને ઝઘડિયા તાલુકામાં અગ્રણીઓ દ્વારા શ્રધ્ધાંજલી આપવામાં આવી. ઝઘડિયા તાલુકાના તલોદરા ખાતે તાલુકાના સામાજિક આગેવાન રવજીભાઈ વસાવા અને યુવા અગ્રણી દિનેશભાઈ વસાવાના નિવાસસ્થાને મોરબી ખાતે મચ્છુ નદી પર આવેલ ઝૂલતો પૂલ તૂટી જવાની ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોને મૌન રાખી શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકાના બામલ્લા ખાતે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશભાઇ દેસાઇ તેમજ રિતેશભાઈ વસાવાની ઉપસ્થિતિમાં મૃતકોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. ઉપરાંત રાજપારડી ખાતે સરપંચ કાલિદાસ વસાવા, ભુપતસિંહ કેસરોલા, જીલ્લા પંચાયત સદસ્ય પદમાબેન વસાવા તેમજ તાલુકા ભાજપા મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં મોરબી હોનારતના મૃતકોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

હાલોલ નગરમા ભૂદેવો દ્વારા શાસ્ત્રો વિધિ મુજબ સમૂહમાં જનોઈ ધારણ કરી

ProudOfGujarat

ભરૂચ : લાભ પાંચમ સુધી વેપારીઓએ દુકાનો બંધ રાખતા બજારો સુમસામ.

ProudOfGujarat

ઉત્તરાખંડ : હરિદ્વારમાં 7 મસ્જિદને લાઉડસ્પીકર મુદ્દે 5 હજારનો દંડ ફટકારાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!