Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિધાનસભાની ચુંટણી પુર્વે રોજ નવા સમીકરણોના મંડાણથી ઝઘડિયા વિસ્તારમાં ચકચાર !

Share

– ભરૂચ જીલ્લાની એકમાત્ર આદિવાસી અનામત બેઠક ગણાતી ઝઘડિયા બેઠક પર પ્રતિષ્ઠાનો જંગ ખેલાશે

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી જાહેર થઇ ગઇ છે, ત્યારે રાજ્યમાં ભર શિયાળે રાજકીય ક્ષેત્રે ગરમાવો જોવા મળી રહ્યો છે. ભરૂચ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે ચુંટણી લડવા ઉત્સુક મુરતિયાઓની સંખ્યા મોટી છે. જીલ્લામાં સમાવિષ્ટ પાંચ વિધાનસભા બેઠકો પર ભાજપા કોંગ્રેસ આમઆદમી પાર્ટી તેમજ બીટીપી વચ્ચે સ્પર્ધા યોજાય તેવો માહોલ હાલતો જણાય છે. આ બધી બેઠકો પરથી ચુંટણી લડવા ઇચ્છુક વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો પોતાને ટિકિટ મળે તે માટે પોતાની વગ વાપરવા દોડધામ કરી રહ્યા છે, ત્યારે જીલ્લાની એકમાત્ર આદિવાસી અનામત ગણાતી ઝઘડિયા વિધાનસભા બેઠક પર પણ ચુંટણી લડવા ઉત્સુક ઉમેદવારો ટિકીટ મેળવવા દોડધામ કરી રહ્યા છે. ઝઘડિયા બેઠક પર વર્ષોથી છોટુભાઇ વસાવાનો દબદબો રહ્યો છે. ઉપરાંત ઝઘડિયા બેઠકના વિસ્તારમાં આવતા ત્રણ તાલુકા ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકાઓની તાલુકા પંચાયતો પર પણ છોટુભાઈ વસાવાની પાર્ટી સત્તામાં રહેતી હતી. પરંતુ તાલુકા જીલ્લા પંચાયતોની ગત ચુંટણીમાં આ ત્રણે તાલુકાઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો હતો. ઝઘડિયા બેઠક પર લાંબા સમયથી પોતાનું વર્ચસ્વ જાળવી રાખનાર છોટુભાઈ વસાવાએ આગળ આમ આદમી પાર્ટી સાથે ચુંટણી સમજોતા કર્યો હતો, જોકે પાછળથી આ ગઠબંધન છુટુ પડી ગયુ હતું.

Advertisement

તાજેતરમાં છોટુભાઇ વસાવાએ જેડીયુ સાથે ગઠબંધન કરવાનું જાહેર કર્યુ હતુ. પરંતુ ત્યારબાદ તેમના પુત્ર અને બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઇ વસાવાએ આના વિરુધ્ધ નિવેદન આપ્યુ હતુ કે બીટીપી જેડીયુ સાથે ગઠબંધન નહિ કરે. છોટુભાઇ વસાવાએ આપેલ ગઠબંધન બાબતના નિવેદન માટે તેમણે જણાવ્યુ હતુકે આ એમનું અંગત મંતવ્ય છે. ત્યારે જેડીયુ સાથેના બીટીપીના ગઠબંધન બાબતે બીટીપીના સર્વેસર્વા એવા આ પિતાપુત્રના આ મુજબના વિપરીત નિવેદનોને લઇને ઝઘડિયા વિધાનસભા બેઠક વિસ્તાર સહિત સમગ્ર ભરૂચ જીલ્લામાં રાજકીય ક્ષેત્રે ચકચાર મચી જવા પામી છે. ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ઝઘડિયા બેઠક પરથી ચુંટણી લડવા ઇચ્છતા ઉમેદવારોની સંખ્યા ૧૬ જેટલી છે. ત્યારે કોંગ્રેસ પણ ઝઘડિયાની પ્રતિષ્ઠિત બેઠક કબજે કરવા મરણીયો પ્રયાશ કરશે એ પણ એક હકિકત છે. આમ આદમી પાર્ટીએ તો ઝઘડિયા બેઠક માટે ઉર્મિલાબેન ભગતની પસંદગી કરી લીધી છે. હવે ભાજપા અને કોંગ્રેસ પોતાના સત્તાવાર ઉમેદવાર તરીકે કોની પસંદગી કરે છે તેના પર સહુની નજર છે. ત્યારે બીટીપી અગ્રણીઓ પિતાપુત્ર છોટુભાઇ વસાવા અને મહેશ વસાવા વચ્ચે હાલ જેડીયુ સાથેના ગઠબંધન બાબતના વિવાદથી રાજકીય ક્ષેત્રે કેવા સમીકરણો રચાય છે તે પણ જોવું રહ્યુ !

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

ભરૂચની રિલીફ ટોકીઝમાં આગ લાગતા અફરાતફરીનું વાતાવરણ : આગ લાગવાનું કારણ અકબંધ..

ProudOfGujarat

જિજ્ઞેશ કવિરાજની ઉત્તર ગુજરાતની આ બેઠક પરથી ચૂંટણી લડવા માટેની ઈચ્છા.

ProudOfGujarat

લખનઉમાં PUBG કાંડમાં નવો વળાંક, પુત્રએ પિતાની ઉશ્કેરણીથી માતાની હત્યા કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!