Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના બામલ્લા નજીક ટ્રેક્ટરમાં બેસેલ યુવક નીચે પટકાતા સારવાર દરમિયાન મોત.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીકના બામલ્લા ગામ પાસે શેરડી ભરેલ ટ્રેકટરમાં બેઠેલો યુવાન નીચે પટકાતા ગંભીર રીતે ઇજાઓ થઇ હતી. ત્યારબાદ આ ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ રુમાલપુરાનો પ્રતાપભાઇ જેન્તીભાઇ વસાવા નાની જાંબોઇ ગામના એક ખેડૂતના ખેતરમાંથી ટ્રેકટરમાં શેરડી ભરીને ગતરોજ તા.૨૧ મીના રોજ ધારીખેડા નર્મદા સુગર ફેકટરી ખાતે જવા નીકળ્યો હતો. આ ટ્રેકટર ડ્રાઇવર પ્રતાપે જાંબોઇના અશોકભાઇ કનુભાઇ વસાવા નામના યુવકને ટ્રેકટરના આગળના મોટા વ્હિલના પંખા પર બેસાડ્યો હતો. દરમિયાન આ ટ્રેકટર ઉમલ્લાથી આગળ રાયસીંગપુરા અને બામલ્લા ગામના પાટિયા વચ્ચે આવેલ નાળા પરથી પસાર થતું હતું ત્યારે અચાનક વ્હિલના પંખા પર બેસેલ અશોક ટ્રેકટરમાંથી ઉછળીને નીચે પડ્યો હતો. આ યુવકને ટ્રેકટરની ટ્રોલીનો વચ્ચેનો લોખંડનો ભાગ વાગતા તે ગંભીર રીતે ઘવાયો હતો. નીચે પડતા આ યુવક ટ્રોલીના પાછળના વ્હિલમાં આવી જતા તેને બન્ને જાંઘોમાં ઇજાઓ થઇ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવક અશોકને પ્રથમ ઉમલ્લા સરકારી દવાખાને લઇ જવાયો હતો, ત્યાંથી રાજપિપલા સરકારી દવાખાને લઇ જવાયા બાદ વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. બાદમાં વડોદરા ખાતે સારવાર દરમિયાન અશોકનું મોત નીપજ્યુ હતુ. ઘટના બાબતે મૃતકનાભાઇ ભરતભાઇ કનુભાઇ વસાવા રહે.નાની જાંબોઇ તા.ઝઘડિયાનાએ ટ્રેકટર ડ્રાઇવર પ્રતાપ જેન્તી વસાવા રહે.ગામ રુમાલપુરા તા.ઝઘડિયાના વિરુધ્ધ ઉમલ્લા પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

ઉમરપાડાનાં ચોખવાડા ગામે માધ્યમિક શાળામાં ટીબી જનજાગૃતિ અભિયાન અંતર્ગત પોસ્ટર સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

સ્વચ્છતા સર્વેક્ષણ – ૨૦૧૯ અન્વયે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા “અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ” ખાતે સ્વચ્છતા બાબતે કાયઁકમનુ આયોજન કયુઁ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના હાંસોટ તાલુકા ખાતે ના કતપોર ગામેથી આજ રોજ સવારે ભાજપની જનસંપર્ક અભિયાન યાત્રાનો પ્રારંભ સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!