Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના ઉમલ્લા ગામે પોલીસ દ્વારા ચુંટણીને લઇને ફુટ પેટ્રોલિંગ યોજાયુ.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ સ્ટેશન દ્વારા નગરમાં ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. રાજ્ય વિધાનસભાની ચુંટણી યોજાનાર છે ત્યારે તેના અનુસંધાને ઉમલ્લા નગરમાં પીએસઆઇ એન.જે.ટાપરીયાના માર્ગદર્શન હેઠળ ઉમલ્લા પોલીસના જવાનો તેમજ બહારથી આવેલ અર્ધ લશ્કરી દળની ટુકડી દ્વારા નગરમાં આ ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. અર્ધ લશ્કરી દળની ટુકડી તેમજ સ્થાનિક પોલીસ જવાનો સાથે ઉમલ્લા પીએસઆઇ ટાપરીયા અને પીએસઆઇ આશિષકુમાર જોડાયા હતા અને જવાનોને માર્ગદર્શન આપી ફુટ પેટ્રોલિંગ યોજવામા આવ્યું હતું. નગરજનોએ ફુટ પેટ્રોલિંગ નિહાળી સંતોષ વ્યક્ત કર્યો હતો. આગામી ચુંટણી દરમિયાન સલામત વાતાવરણ જળવાઇ રહે અને લોકોમાં સલામતીનો અહેસાસ થાય તે હેતુસર આ ફુટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ, રસ્તાઓ બેટમાં ફેરવાયા.

ProudOfGujarat

વિરમગામ : કરકથલ ખાતે નાટક દ્વારા સધન રસીકરણ ઝુંબેશ મિશન ઇન્દ્રધનુષ ૨.૦ અંગે જનજાગૃતિ કરાઇ.

ProudOfGujarat

પંચમહાલમા દારુની હેરાફેરીનો અનોખો કીમીયો,માર્શલગાડીમાં ખાનુ બનાવી છુપાવેલો વિદેશી દારુનો જથ્થો પકડી પાડતી શહેરા પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!