Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા : ચુંટણી બંદોબસ્ત માટે આવેલ યુપી ફોર્સના જવાનોને રાજપારડી પોલીસ દ્વારા વિદાયમાન અપાયું.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે ચુંટણી બંદોબસ્ત માટે આવેલ યુપી ફોર્સના જવાનોને વિદાયમાન આપવામાં આવ્યું હતું. રાજપારડી પીએસઆઇ જી.આઇ.રાઠોડ અને રાજપારડી પોલીસ જવાનો દ્વારા યુપી ફોર્સના ૧૦૦ જેટલા જવાનો તેમજ પીઆઇ પરસોત્તમ શર્માનું આ પ્રસંગે પુષ્પગુચ્છથી સન્માન કરીને નાળિયેર આપી વિદાયમાન આપવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની ચુંટણી ગતરોજ તા.૧ લીએ યોજાઇ ગઇ. ચુંટણી દરમિયાન લોકોમાં સલામતીની ભાવના પ્રબળ બને, લોકો મુક્ત અને નિર્ભય રીતે મતદાન કરી શકે તે માટે સ્થાનિક પોલીસ તેમજ બહારથી આવેલ પોલીસ ફોર્સના જવાનો દ્વારા ફુટ પેટ્રોલિંગ યોજાતું હોય છે. રાજ્ય વિધાનસભાની ચુંટણીના પહેલા તબક્કામાં ભરૂચ જીલ્લાની ઝઘડિયા બેઠકની ચુંટણી પણ યોજાઇ હતી. ઝઘડિયા બેઠકની ચુંટણીને લઇને યુપી ફોર્સની ટુકડીઓ કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં મદદરૂપ થવા આવેલ હતી. ચુંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં બહારથી આવેલ આ ૧૦૦ જેટલા જવાનોને આજરોજ રાજપારડી પોલીસ દ્વારા સન્માન સહ વિદાયમાન આપવામાં આવ્યું હતું.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

ભરૂચ : ડૉ. કેતન દોષીનું અવસાન થયું હોવાની અફવા સદંતર ખોટી, અફવાઓથી સાવધ રહેવા પ્રાઉડ ઓફ ગુજરાતની અપીલ.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા પોલીસ દ્વારા વિદેશી દારૂ શરાબના કેસોમાં નાસતા ફરતા બે જેટલા આરોપીઓને ધરપકડ કરવામાં આવી

ProudOfGujarat

દેશનું સૌથી વ્યસ્ત મુંબઈ એરપોર્ટ આજે 6 કલાક માટે રહેશે બંધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!