Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના જરસાડ ગામે પત્તાપાનાનો હારજીતનો જુગાર ઝડપાયો.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના જરસાડ ગામેથી પત્તાપાનાનો જુગાર રમતા પાંચ ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા, જ્યારે પોલીસની રેઇડ જોઇને અન્ય છ ઇસમો નાશી છુટ્યા હતા. આ અંગે મળતી વિગતો મુજબ જીલ્લામાં દારુ જુગારના કેસો શોધી કાઢવા ઉચ્ચ અધિકારીઓ તરફથી મળેલ સુચના અંતર્ગત રાજપારડી પોલીસને મળેલ બાતમી મુજબ પીએસઆઇ જી.આઇ.રાઠોડે ટીમ સાથે જરસાડ ગામે બાતમી મુજબના સ્થળે છાપો મારતા ત્યાં કેટલાક ઇસમો ભેગા મળીને જુગાર રમતા હોવાનું જણાયું હતું. પોલીસની રેઇડ દરમિયાન અશ્વિન બચુ વસાવા રહે.ગામ જરસાડ, શના અંબાલાલ વસાવા રહે.ગામ પ્રાંકડ, ઓલીયાભાઇ ચંદુભાઇ વસાવા રહે.ગામ જરસાડ, મહેન્દ્ર પારસંગ વસાવા રહે.ગામ જરસાડ અને દિપક લાલજી વસાવા રહે.ગામ જરસાડ કુલ રુ.૪૩૩૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા, જ્યારે સતિષ ગંગારામ વસાવા, રતિલાલ કિશન વસાવા, રાજેશ ઓલિયા વસાવા, સુરેશભાઇ ( જેનું પુરુ નામ જણાયેલ નહિ),રતિલાલ વસાવા ( પુરુ નામ જણાયેલ નહિ) તેમજ સબ્બિર મિરજા (પુરુ નામ જણાયેલ નહિ) તમામ રહે.ગામ જરસાડ તા.ઝઘડિયાના પોલીસની રેઇડ જોઇને નાશી છુટ્યા હતા. પોલીસે જુગારની આ ઘટનામાં ઝડપાયેલ અને નહિ ઝડપાયેલ તમામ ઇસમો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ : દેરોલ-દયાદરા વચ્ચે ઓવરટેક કરતા કન્ટેન્ટરે ઇકો કારને કચડી, 7 વર્ષના બાળકનું મોત, 2 ને ઇજા…

ProudOfGujarat

ઝઘડીયાના ઉમલ્લાના ૫૧ વર્ષિય આધેડના વિવિધ અંગોના દાનથી ૩ વ્યક્તિઓને જીવનદાન મળશે.

ProudOfGujarat

લઘુમતી સમુદાયના રક્ષણ અને ઉત્થાન બાબતે ભરૂચ ખાતે આવેદન અને સહી જુબેશ હાથ ધરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!