Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના સારસા ગામે પોસ્ટ માસ્તર દ્વારા રૂ.૧.૨૦ લાખની ઉચાપત કરાઇ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં ૨૦૨૦ -૨૧ ના વર્ષ દરમિયાન ફરજ બજાવનાર મહિલા બ્રાન્ચ પોસ્ટ માસ્તરે બચત ખાતા ધારકોની નકલી સહીથી રૂ.૧ લાખ ૨૦ હજાર ઉપાડી લીધા હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપારડી પોસ્ટ ઓફિસની હિસાબી શાખા હેઠળની ગ્રામીણ પોસ્ટ ઓફિસની સારસા શાખામાં ગત તા.૬ – ૭- ૨૦૨૦ થી તા.૧૮ -૧૦ – ૨૦૨૧ સુધી બ્રાન્ચ પોસ્ટ માસ્તર તરીકે વૈશાલીબેન જવાનસિંહ સોલંકીએ ફરજ બજાવી હતી. આ સમયગાળા દરમિયાન આ મહિલા કર્મચારીએ પોસ્ટ ઓફિસમાં બચત ખાતા ખોલાવેલ ગ્રાહકની જમા ઉપાડ વાઉચરમાં નકલી સહી કરીને નાણાંની ઉચાપત કરી હતી. આ પોસ્ટ માસ્તરે પોસ્ટ ઓફિસના ખાતેદારો સારસા ગામના રાકેશભાઇ માછી તેમજ મણીબેન માછીની જાણ બહાર તેઓ બન્નેના સહી અંગુઠાના નિશાનો યેનકેન પ્રકારે મેળવીને તેમના ઉપાડ વાઉચરમાં નકલી સહીનો ઉપયોગ કરીને ખાતેદારોની જાણ બહાર કુલ રૂ.૧ લાખ ૨૦ હજાર ઉપાડી લીધા હોવાનો આક્ષેપ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે સારસા બ્રાન્ચ પોસ્ટ ઓફિસના તત્કાલીન પોસ્ટ માસ્તર વૈશાલીબેન જવાનસિંહ સોલંકી હાલ રહે.ભાલોદ અને મુળ રહે.ગામ સરાડીયા, તા.વીરપુર, જિ.મહીસાગરના વિરુધ્ધ ઝઘડિયા ડિવિઝનના વિસ્તારની પોસ્ટ ઓફિસોમાં સુપરવિઝન તેમજ વાર્ષિક ઇન્સ્પેકશનની ફરજ બજાવનાર મીતેશભાઇ રમેશભાઇ વડાદીયાએ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે આ અંગે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી. સારસા ગામે પોસ્ટ માસ્તર દ્વારા ખાતેદારોના નાણાંની થયેલ કથિત ઉચાપતને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ : કેવડીયાનાં વિકાસથી આદિવાસી સમાજનો પણ વિકાસ થવો જોઈએ : સાંસદ મનસુખ વસાવા.

ProudOfGujarat

ભરૂચ : મક્તમપુરમાં આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં રૂા. 2.60 લાખ કરતા વધુ મતાની ચોરી કરી તસ્કરો ફરાર.

ProudOfGujarat

ફાધર્સ ડે વિશેષ : પપ્પા એટલે ત્યાગ, સમર્પણ, ગુરુ, શિક્ષક, પ્રેરણા, માર્ગદર્શક અને ઘણુંય બધું, જે શબ્દોમાં વરણવું શક્ય નથી…!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!