Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના લિમોદરાની સીમમાંથી ૧૦ ફુટ લાંબો અજગર પકડાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના લિમોદરા ગામની સીમમાં આવેલ એક ખેતરમાંથી ૧૦ ફુટ જેટલો લાંબો એક અજગર પકડાયો હતો. ગામના જાઉદ્દિન શેખ નામના એક ખેડૂતના ખેતરમાં આજરોજ એક અજગરે દેખા દેતા સ્થાનિકોએ ઝઘડિયા ખાતેના સેવ એનિમલ ટીમના સભ્યોનો સંપર્ક કરતા સેવ એનિમલ ટીમના સુનિલ શર્મા, કમલેશ વસાવા, દિપક માલી તેમજ શુભમ ચૌહાણ દ્વારા સ્થળ ઉપર આવીને રેસ્ક્યુ કરીને અજગરને પકડી લેવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. સેવ એનિમલ ટીમના સભ્યોએ અજગરને પકડી લીધો હતો. આ પકડાયેલ અજગરને ખોરાક પાણી મળી રહે તેવા સલામત વન વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે એમ જણાવાયું હતું. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં અને ખાસ કરીને નર્મદા કાંઠા વિસ્તારના ખેતરોમાં અવારનવાર નાનામોટા અજગર દેખાતા હોય છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી

Advertisement

Share

Related posts

કરજણ ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબની 131 મી જન્મજયંતિ નિમિતે બાઈક રેલી યોજાઇ.

ProudOfGujarat

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાના ટ્રસ્ટ ભરૂચ દ્વારા પવિત્ર શ્રાવણ માસનાં છેલ્લા દિવસે ડૉ. આંબેડકર હૉલ ખાતે બહેનો માટે ભજન સ્પર્ધાનું આયોજન

ProudOfGujarat

જિલ્લાના ઔદ્યોગિક એસોસીએશનો / ઉદ્યોગકારોની પડતર નીતિ વિષયક કે વ્યક્તિગત પ્રશ્નોની વિગતો મોકલવા અનુરોધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!