Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના છ ગામના ૧૫૦ થી વધુ ક‍ાર્યકરો ભાજપામાં જોડાયા

Share

ઝઘડિયા ખાતે આજરોજ બીટીપી સમર્થિત છ ગામના સરપંચો અને ૧૫૦ જેટલા કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આજરોજ ઝઘડિયા મુકામે સાંસદ મનસુખભાઇ વસાવા, મારુતિસિંહ અટોદરિયા, ભરતસિંહ પરમાર, પ્રકાશ દેસાઇ, રિતેશભાઇ વસાવા અને સેવન્તુ વસાવાની ઉપસ્થિતિમાં ઝઘડિયાના સરપંચ સુરેશ વસાવા સહિત છ ગામોના સરપંચો ભાજપામાં જોડાયા હતા. ઉપરાંત બીજા ૧૫૦ જેટલા કાર્યકરો પણ તેમની સાથે ભાજપામાં જોડાયા હતા.

ભાજપા અગ્રણીઓએ ખેસ પહેરાવીને આ બધા કાર્યકરોને ભાજપામાં પ્રવેશ આપ્યો હતો. બીટીપીના ક‍ાર્યકરો અને સરપંચો ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા ભાજપા કાર્યકરો દ્વારા આ તમામ નવા આવનાર કાર્યકરોને આવકાર આપવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

માંગરોળ ના વન પ્રવાસન કેન્દ્ર બણભા ડુંગરે ભરાતો દશેરા નો મેળો બંધ રહેશે,માત્ર દર્શનાર્થીઓ માટે વન પરિસર ખુલ્લું મુકાયું

ProudOfGujarat

નવસારી ડાયમંડ મરચન્ટ એસો.નાં પ્રમુખપદે કમલેશ શાહ વરાયા

ProudOfGujarat

31 ડિસેમ્બરને હજીવાર છે પરંતું વડોદરા પોલીસ હમણાંથી જ સક્રિય…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!