Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા જી.આઈ.ડી.સી માં આવેલ આરતી કંપની પાસે ગેંગવોરની ઘટનામાં સંડોવાયેલ મુખ્ય સુત્રધાર જૈમીન પટેલ સહીત પાંચ ઈસમોની ધરપકડ

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં બે દિવસ અગાઉ ધંધાકીય અદાવતમાં ગેંગવોરની ઘટના સર્જાઈ હતી, જેમાં આડેધડ ફાયરિંગ સાથે 20 થી વધુ વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી, જે ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો, મામલે પોલીસે રાયોટિંગ સહિતની કલમો સાથે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

સમગ્ર ઘટનામાં સાત ગાડીમાં આવેલ ૩૫ થી ૪૦ ઈસમોએ ઘસી આવી આડેધડ ફાયરીંગ સાથે 20 થી વધુ વાહનોની તોડફોડમાં કરી આતંક મચાવ્યો હોવાનું બહાર આવ્યું હતું, બાદમાં મામલે એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમોએ પાંચ ઈસમોને ઝડપી પાડ્યા છે.

Advertisement

સમગ્ર ઘટના ક્રમનો મુખ્ય સુત્રધાર જૈમીન પટેલ ઝઘડિયા ખાતેથી જ ધરપકડ કરાઈ છે, જયારે પોલીસે અન્ય આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરાઈ છે.


Share

Related posts

નર્મદાના એકતાનગર ખાતે ભારી ઉદ્યોગ મંત્રાલય ભારત સરકાર દ્વારા ઉદ્યોગ 4.0 કોન્ફરન્સ યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ : વેજલપુરથી નીકળેલ સંઘ પદયાત્રીઓએ જગત જનની માં અંબાના મંદિરના શિખર પર 51 ગજની ધજા ફરકાવી.

ProudOfGujarat

હિમાચલ પ્રદેશથી ચાલતા ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવામાં સુરત પોલીસને મળી સફળતા : મહિલા સહિત ત્રણની ધરપકડ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!