Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના સારસા ગામ પાસે ઇકો કારને હાઇવા ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા નજીક છાસવારે અકસ્માતો થવાની ઘટનાઓ બનતા જનતા ચિંતિત બની છે. અત્રેની ઉમધરા ચોકડીના ગરનાળા નજીક વારંવાર અકસ્માતો થવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. બે દિવસ અગાઉ એક ફોરવ્હિલ ગાડી એક મોટરસાયકલ ચાલકને બચાવવા જતા ડિવાઇડર કુદીને રોડની બીજી તરફ પલટી મારી ગઇ હતી. જોકે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી.

ત્યારે આજરોજ સવારના સાત વાગ્યાના અરસામાં એક ઇકો ગાડી અને હાઇવા ટ્રક વચ્ચેના અકસ્માતમાં ઇકોનો આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. મળતી વિગતો મુજબ આ ઇકો આમલેથા તરફથી અંકલેશ્વરની કોઇ કંપનીના કામદારોને લઇને આવી રહી હતી. આ અકસ્માત બાદ ઇકોમાં બેઠેલ વ્યક્તિઓ ગંભીર રીતે જખ્મી થતાં તેમને ત્રણ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સમાં ઉમલ્લા ખાતે લઇ જવાયા બાદ વધુ સારવાર માટે રાજપિપલા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા.

આ લખાય છે ત્યારે પ્રાથમિક ધોરણે જાણવા મળ્યા મુજબ આ ઘટનામાં હજુ કોઇ જાનહાની થઇ હોવાની વિગતો જાણવા નથી મળી, પરંતું ૧૦ જેટલી ઇજાગ્રસ્ત વ્યક્તિઓમાં કેટલીક ગંભીર રીતે ઘવાયેલ વ્યક્તિઓના હાથ પગમાં ફેકચર થયા હોય એવી શક્યતા નકારી શકાય નહી. ઉલ્લેખનીય છેકે સારસા ગામ નજીકની આ ઉમધરા ગરનાળા નજીકની ચોકડી દિવસે દિવસે વધતા જતા અકસ્માતોને લઇને અકસ્માત ઝોન બની રહી છે ત્યારે આ સ્થળે ગતિ અવરોધકો બનાવાય તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે. ઝઘડિયા તાલુકા પંચાયત સદસ્ય રતિલાલ રોહિત અને સામાજિક આગેવાન મહેશ વસાવા દ્વારા આ બાબતે ઉચ્ચ સ્થળે રજુઆત કરવામાં આવનાર હોવાનું જણાવાયું હતુ.

Advertisement

Share

Related posts

ભરૂચના માતરિયા તળાવ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ચાલી રહેલી કામગીરીનું સ્થળ નિરિક્ષણ કર્યું

ProudOfGujarat

અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન બાતમીના આધારે ટ્રક ભરી દારૂ પકડયો

ProudOfGujarat

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા આર્ધ્ય શક્તિ માં અંબિકાના પર્વની ઉજવણી જરૂરિયાત દીકરીઓને ચણિયાચોળી અને આભૂષણો આપીને કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!