Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરુચના ઝધડીયાની કોર્ટમાંથી પોલીસને ચકમો આપી ભાગી છૂટેલાં વાહન ચોરને ઉચેડિયા ગામની સીમમાં ખેતરોમાંથી પોલીસે ગણતરીનાં કલાકોમાં ઝડપી લીધો હતો.

Share

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીકથી થોડા દિવસ અગાઉ ચોરીની બાઇક સાથે ઉચેડિયા ગામનો પરેશ ઉર્ફે સુરેશ પટેલનો 2 CB પોલીસનાં હાથે ઝડપાયો હતો આ દરમ્યાન ઝધડીયા પોલીસને હવાલે કરતાં ઝધડીયા પોલીસે કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવી લીધા હતા ત્યારબાદ ગઇકાલે તેને કોર્ટમાં ફરી રજૂ કરવા લઈ જવામાં આવ્યો હતો જયાં પરેશ ઉર્ફે સુરેશ પટેલના એ પોલીસને ચકમો આપી ભાગી છૂટીયો હતો. આ અંગે જીલ્લા પોલીસવડાની સૂચનાથી બાતમીદારોને કામે લગાવીને પોલીસ દ્વારા ઝધડીયા પંથકના ખેતરો કોતરો ખૂંદવાનું શરૂ કર્યું હતું ત્યાં ”પરેશ” નજીકના ઉચેડિયા ગામની સીમમાં કપાસના ખેતરોમાં છુપાયો હોવાનું જણાતા પોલીસે ધેરો ધાલીને તેને ઝડપી લીધો હતો. આમ ગણતરીનાં કલાકો માંજ ફરાર આરોપીને પોલીસે ઝડપી લઈને જેલ ભેગો કર્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ ખાતે જનગણના-૨૦૨૭ માટે ગણતરીદારો અને સુપરવાઈઝરોને તાલીમ અપાઈ : ડિજિટલ જનગણનાની પૂર્વ તૈયારી અંતર્ગત મોબાઈલ એપ અને સ્વ-ગણના પ્રક્રિયા અંગે માર્ગદર્શન

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા જિલ્લામાં ટીમરૂ વૃક્ષોની જાતિ લુપ્ત થવાને આરે.

ProudOfGujarat

વડોદરા : સખી મતદાન મથકો અને આદર્શ મતદાન મથકો બન્યા આકર્ષણનું કેન્દ્ર !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!