Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : સારસા ગ્રામ પંચાયતનાં વી.સી.ઇ.ને સારી કામગીરી બદલ ટીડીઓ દ્વારા પ્રોત્સાહિત કરાયા.

Share

ઝઘડીયા ત‍ાલુકાના સારસા અને ઉમધરા ગામે પંચાયતમાં વી.સી.ઇ.તરીકે કામ કરતા હરેન્દ્રસિંહ રાજને શ્રેષ્ઠ કામગીરી બદલ તાલુકા વિકાસ અધિકારી ઝઘડીયા દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા. ઉલ્લેખનીય છે કે ગામડાઓમાં ગામલોકોના ઓનલાઇન કામો માટે પંચાયતોમાં કોમ્પ્યુટર ઓપરેટર હોયછે.ગ્રામ પંચાયતોમાં લોકોના લાઇટ બીલ, મની ટ્રાન્સફર,પાનકાર્ડ,આધાર કાર્ડ,રેશન કાર્ડ સંબંધી કામગીરી તેમજ જમીનોના ૭/૧૨ અને ૮ અ ની નકલો કાઢી આપવા સંબંધી ઓનલાઇન કામગીરી માટે કોમ્પ્યુટર ઓપરેટરની સેવાની જરૂર પડતી હોય છે.ઝઘડીયા તાલુકાના સારસા અને ઉમધરા ગામે વી.સી.ઇ.તરીકે કામગીરી કરતા હરેન્દ્રસિંહ રાજ સુંદર કામગીરી માટે તાલુકામાં પ્રથમ સ્થાને આવતા ઝઘડીયા તાલુકા વિકાસ અધિકારી એ.જે.પટેલ દ્વારા લેમીનેશનના કામમાં ઉપયોગી લેમીનેશન મશીન ઇનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા. તાલુકાના કુલ ૭૫ વી.સી.ઇ.માંથી સારસા ઉમધરાના વી.સી.ઇ.ની શ્રેષ્ઠ કામગીરી માટે ગાંધીનગરથી પસંદગી થઇ હોવાનું જાણવા મળ્યુ છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

મુન્શી (મનુબરવાલા) મેમોરીયલ ચેરિટેબલ ટ્રસ્ટ, ભરુચ ખાતે ૭૯માં સ્વતંત્રદિનની ઉજવણી કરાઈ

ProudOfGujarat

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિના અનુસુચિત જાતિ વિભાગ દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં 108 માં ફરજ બજાવતા ચાર કર્મચારીઓનું જિલ્લા કલેકટરનાં હસ્તે સન્માન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!