Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકામાં નવા ચાર પોઝિટિવ કેસ આવતા ફફડાટ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં દિવસે દિવસે કોરોના સંક્રમણ વધતુ જાય છે એને લઇને જનતામાં ભય ફેલાયો છે. આજે તાલુકામાં વધુ ચાર નવા કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. ઝઘડીયાના ગોવાલી પીએચસી‌ની હદમાં ગુજરાત બોરોસીલ‌ કોલોનીમા શ્રી નિવાસ પાન્ડ ઉ.વ ૪૦ અને ઉચેડીયા ગામે અશોકભાઇ‌ ‌કુભાર ઉ.વ ૫૭ તથા સુલતાનપુરાની નવી નગરીમાં રહેતા ભાવેશ ભરતભાઇ વસાવા ઉં.વ ૩૧ તથા ભાલોદ તરસાલી ગામે રહેતા અલ્તાફભાઇ મલેક ઉ.વ ૩૩ ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ સાથે ઝઘડિયા તાલુકામાં કોરોના પોઝિટિવનો આંક દિવસે દિવસે ઉચો આવી રહયો છે,જે હાલમાં ૬૭ પર પહોંચ્યો છે. ઝઘડિયા પીએસસી દ્વારા ઝઘડિયા સુલતાનપુરાની નવી નગરી વિસ્તાર કન્ટેન્મેન્ટ ઝોન અને બફર ઝોનમાં સર્વેની કામગીરી કરવામાં આવી હતી. ગોવાલી, ઝઘડિયા તથા ભાલોદ પીએસસી દ્વારા સંબંધિત વિસ્તારમાં સર્વે કરી જરૂરી માર્ગદર્શન તથા સૂચનો આપવામાં આવ્યા હતા. ઝઘડીયા સુલતાનપુરાની નવી નગરીના કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોનના ૧૭ પરિવારોના ૮૦ સભ્યોનો સર્વે કરી તેમને જરૂરી માર્ગદર્શન સૂચનો કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે ઝઘડીયા ગામમાં દિવસે દિવસે કોરોના સંક્રમિત કેસો બહાર આવતા હોવાના પગલે ઝઘડીયાની મુખ્ય બજારમાથી દહેરાસર પાસે અવર જવરનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. તાલુકામાં અત્યાર સુધી કોરોના સંક્રમિત પાંચ જેટલી વ્યક્તિઓના મોત થયા છે. ઝઘડિયામાં દિવસે દિવસે કોરોના સંક્રમિત કેસો રોજિંદા વધી રહ્યા હોઇ જનતા ચિંતિત બની છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચનાં ગાંધી બજારમાં ખુલ્લી ગટરમાં બાળકી અને સાયકલ સવાર ખાબકયાં અને પછી શું થયું જાણો ?

ProudOfGujarat

અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે આજરોજ તાલુકા સ્વાગત પ્રોગ્રામ મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવ્યો હતો…

ProudOfGujarat

સુરતમાં કેમિકલવાળા ડ્રમ ખોલતા ગેસનું ગળતર થતાં ચાર કામદારોના શ્વાસ રૂંધાઇ જવાથી મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!