Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : રાજપારડીનાં કાલીયાપુરા વિસ્તારમાંથી ૪ ફુટનો ધામણ સાપ પકડાયો.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામના કાલીયાપુરા વિસ્તારમાં આવેલા એક મકાનના વાડામાંથી અંદાજે ૪ ફુટ લંબાઇનો ધામણ પ્રજાતિનો બિનઝેરી સર્પ પકડાયો હતો. રાજપારડી વિસ્તારમાં પાછલા કેટલાક દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો હતો. પાછલા બે દિવસ દરમિયાન ઉઘાડ નિકળતા ભારે બફારાનુ સામ્રાજ્ય ફેલાવા પામ્યુ છે. ભારે ગરમી તેમજ બફારાના કારણે સરીસૃપ વર્ગના પ્રાણીઓ પોતાના નિવાસ સ્થાનો છોડી બહાર દેખાવા લાગ્યા હોવાનુ અનુમાન લગાવાઇ રહ્યુ છે. વણાકપોર ગામના વાઇલ્ડ લાઇફ રેસ્કયુ ટીમના સંદિપ પરમાર અને તેમના સહયોગી દિપક પરમારે મકાનના વાડામાં એક દરમાં છુપાઇને બેઠેલો ધામણ પ્રજાતિનો બિનઝેરી સર્પ ભારે જહેમતે પકડી લીધો હતો. પકડેલા સર્પને વન્ય વિસ્તારમાં સલામત સ્થળે ખોરાક પાણી મળી રહે તેવી જગ્યાએ છોડી મુકવામાં આવશે તેમ ટીમના સભ્યોએ જણાવ્યુ હતુ.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ એલ.સી.બી. એ મુંબઈના વાસી પોલીસ સ્ટેશન વિસ્તારના બળાત્કારના ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : સાયલા તાલુકાના કંસાર ગામે રોયલ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સ્નેહમિલન તથા બાઇક રેલી કરવામાં આવ્યું હતું .

ProudOfGujarat

આંતરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરાનારાઓ ભરૂચ જિલ્લામાં મહિલાઓની દારૂણ અને કરૂણ પરિસ્થિતિ અંગે કંઈક કરશે ખરા કે માત્ર સંમેલનો અને સમારંભો યોજીને સંતોષ માનશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!