Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : રાજપારડીનાં કાલીયાપુરા વિસ્તારમાંથી ૪ ફુટનો ધામણ સાપ પકડાયો.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામના કાલીયાપુરા વિસ્તારમાં આવેલા એક મકાનના વાડામાંથી અંદાજે ૪ ફુટ લંબાઇનો ધામણ પ્રજાતિનો બિનઝેરી સર્પ પકડાયો હતો. રાજપારડી વિસ્તારમાં પાછલા કેટલાક દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો હતો. પાછલા બે દિવસ દરમિયાન ઉઘાડ નિકળતા ભારે બફારાનુ સામ્રાજ્ય ફેલાવા પામ્યુ છે. ભારે ગરમી તેમજ બફારાના કારણે સરીસૃપ વર્ગના પ્રાણીઓ પોતાના નિવાસ સ્થાનો છોડી બહાર દેખાવા લાગ્યા હોવાનુ અનુમાન લગાવાઇ રહ્યુ છે. વણાકપોર ગામના વાઇલ્ડ લાઇફ રેસ્કયુ ટીમના સંદિપ પરમાર અને તેમના સહયોગી દિપક પરમારે મકાનના વાડામાં એક દરમાં છુપાઇને બેઠેલો ધામણ પ્રજાતિનો બિનઝેરી સર્પ ભારે જહેમતે પકડી લીધો હતો. પકડેલા સર્પને વન્ય વિસ્તારમાં સલામત સ્થળે ખોરાક પાણી મળી રહે તેવી જગ્યાએ છોડી મુકવામાં આવશે તેમ ટીમના સભ્યોએ જણાવ્યુ હતુ.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના ગુનાનો વર્ષ ૨૦૧૫ થી નાસ્તા-ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ…

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ધોરણ- ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓમાં ૨૪ કેન્દ્રો ખાતે કુલ-૧૪,૬૨૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ProudOfGujarat

ભરૂચ ના દહેજ નજીક ભૂખી ખાડી પાસે ટ્રાવેલર ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ૭ થી વધુ લોકો ને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!