Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ આવ્યો.

Share

ઝઘડીયા તાલુકામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ આવતા તાલુકામાં અત્યારસુધીમાં કુલ ૬૭ જેટલા પોઝિટિવ કેસ નોધાયા છે.મળતી વિગતો મુજબ બોરોસિલ કંપનીની કેન્ટીનમાં ફરજ બજાવતા મહીલા કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઝઘડિયાની નવી નગરીમાં રહેતી સુમનબેન ધનજીભાઈ વસાવા ઉ.વ ૫૮ ને કોરોના પોઝિટિવ કેસ આવ્યો છે. આ સાથે ઝઘડિયા તાલુકામાં કોરોના પોઝિટિવનો આંક દિવસે દિવસે ઉચો આવી રહયો છે જે હાલમાં ૬૭ પર પહોંચ્યો છે. ઝઘડિયા પીએચસી દ્વારા ગામમાં કન્ટેન્મેન્ટ ઝોન અને બફર ઝોનમાં સર્વેની કામગીરી કરવામાં આવી હતી. ઝઘડીયા પીએસસી દ્વારા જરૂરી માર્ગદર્શન તથા સૂચનો આપવામાં આવ્યા હતા. તાલુકામાં દિવસેનેદિવસે વધતા જતા કોરોના સંક્રમણથી ચિંતા ફેલાવા પામી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ઉમરપાડામાં આદિવાસી સમાજની વિશાળ રેલી યોજાઇ.

ProudOfGujarat

ભારતમાં ઇન્ટરનેટ યૂઝર્સ વધ્યા, સૌથી વધુ મહારાષ્ટ્રમાં, બિહાર સૌથી પાછળ.

ProudOfGujarat

સંવેદના અબોલ જીવોની સંસ્થા દ્વારા વલસાડ પોલીસનું વિશિષ્ટ સન્માન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!