Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાલોદ પંથકમાંથી વહેતી નર્મદા નદીમાં બેફામ રીતે ચાલતા રેતી ખનન બાબતે યોગ્ય તપાસનો અભાવ.

Share

ઝઘડીયા તાલુકાના ભાલોદ પંથકમાંથી વહેતી નર્મદા નદીમાં બેફામ રીતે ચાલતા રેતી ખનન બાબતે યોગ્ય તપાસનો અભાવ.ખેતરોને નુકશાન થાય એ રીતે દોડતી રેતી વાહન ટ્રકો વિરુદ્ધ ૨૧ મી નવેમ્બરના રોજ જીલ્લા લેવલે ખેડૂતો દ્વારા આવેદન અપાતા ચકચાર.લીઝ ધારકો દ્વારા રોયલ્ટી લીઝોનું માપ ઓવરલોડ જથ્થો વિવિધ બાબતે જવાબદાર તંત્રનું ભેદી મૌન.સંબંધિત ગ્રામ પંચાયતો પાસેથી rti મ‍ાંગવામાં આવનાર હોવાની ચર્ચા.ખાણ ખનીજ વિભાગ અને તાલુકાનું તંત્ર તાકીદે લીઝો બાબતે સઘન તપાસ કરે તે જરૂરી.rti માંગવામાં આવે તો ઘણી ગેરરીતિઓ બહાર આવવાની સંભાવના.પોતાને ફાળવાયેલી લીઝ અન્યને ભાડે ચલાવવા અપાતી હોવાની પણ લોક ચર્ચા.નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ અવરોધતા ગેરકાયદેસર પુલિયા બનાવાઇ રહ્યા છે.આ બાબતે સંબંધિત તંત્રને જાણ કરીને રજુઆત કરવામાં આવનાર હોવાની વિગતો બહાર આવી છે.આડેધડ લુંટાતી ખનીજ સંપત્તિથી “કોના બાપની દિવાળી જેવો ઘાટ”.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ : રાજયમાં વિદ્યાર્થિનીએ પ્રથમ ક્રમ મેળવી અંકલેશ્વરને ગૌરવ અપાવ્યું જાણો કેવી રીતે ?

ProudOfGujarat

વડોદરાનાં કરજણ ખાતે કોરોના સંક્ર્મણ કેસોને કાબુમાં લાવવા કરજણ આરોગ્ય હેલ્થ ડિપાર્ટમેન્ટ F. A. W. એ ઠેર-ઠેર મેડિકલ ટીમો મેદાને ઉતારી આરોગ્ય ચકાસણી હાથ ધરી હતી…

ProudOfGujarat

ઝઘડિયા તાલુકા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના જન્મ દિવસ નિમિત્તે માસ્ક, સેનેટાઇઝરનુ વિતરણ કરવામાં આવ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!