Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયા જી.આઇ.ડી.સી. માં બે કામદારો પર હુમલો કરી લુંટ કરાતા ચકચાર.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે આવેલ જી.આઇ.ડી.સી. માં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે દિવસે કથળી રહી હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે. ભુતકાળમાં પણ જી.આઇ.ડી.સી. માં કેટલાક ચોરીનાં બનાવો બન્યા હતા. આવા બનાવોની પરંપરાને જાળવી રાખતી અન્ય એક ઘટનામાં જી.આઇ.ડી.સી. માં કામ કરતા બે કામદારો પર ચપ્પુથી હુમલો કરીને લુંટી લીધા હોવાની ઘટના બનતા જનતા ચિંતિત બની છે.

મળતી વિગતો મુજબ જી.આઇ.ડી.સી. ની મેટ્રોપોલિટન કંપનીમાં કામ કરતા બાલારામ ફગુવા પ્રેમી ધૂર્વે તેના મિત્ર કુમારુ સાથે સાંજના સાડા છ નાં અરસામાં જી.આઇ.ડી.સી. ની એક ચોકડી પર નાસ્તો લેવા ગયા હતા. ત્યાંથી પાછા ફરતા હતા ત્યારે બાઇક પર આવેલા ચાર ઇસમોએ તેમને રોક્યા હતા. બાઇક પરથી નીચે ઉતરેલા ત્રણ ઇસમોએ આગળ ચાલતા હિમાશું ચતુર્વેદી નામના કામદારનો મોબાઇલ ઝુંટવી લીધો હતો. ઉપરાંત અન્ય બે કામદારો પાસેથી પણ મોબાઇલ અને ખીસ્સામાં રહેલા રૂ.૩૦૦૦ ખુંચવી લીધા હતા. બાઇક પર આવેલ ઇસમોએ હિંમાશુ તથા બાલારામ પર ચપ્પુથી હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા હતા. લુંટ ચલાવી આ ઇસમો ભાગી છુટ્યા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા કામદારોને સારવાર માટે વાલિયા લઇ જવાયા હતા. આ બનાવ સંદર્ભે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવા પામી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

સુરત : દેશ અને દિલ્હીમાં શાંતિમય માહોલ સર્જાય તે અર્થે નરેન્દ્ર મોદી વિચાર મંચના આઈ ટી સેલ દ્વારા સામુહિક હનુમાન ચાલીસાનાં 108 પાઠનું આયોજન કર્યું.

ProudOfGujarat

વડોદરા આર.આર.સેલનો સપાટો,નર્મદાના દેવલિયામાં 15 લાખના મુદ્દામાલ સાથે 6 જુગારિયાની ધરપકડ.

ProudOfGujarat

કેન્દ્રિય કૃષિ મંત્રી રાધા મોહન સિંઘે અતિ વિરાટ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના ચરણોમાં કરી ભાવવંદના

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!